ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
વર્ષોથી ગોરેગામમાં આરે કોલોનીના રસ્તા બિસ્માર હાલતમાં રહ્યા છે. વર્ષો બાદ જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ આરે કોલોનીના 7.38 કિલોમીટર લંબાઈના રસ્તાની હાલત સુધારવાનો નિર્ણય લીધો છે. તે પાછળ BMC લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. જોકે રસ્તાનો પ્રસ્તાવ મંજૂર થાય તે પહેલા જ આ યોજના સામે પર્યાવરણવાદીઓએ તેનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું છે.
આરે કોલોની રસ્તા સિમેન્ટના બનાવવા સામે પર્યાવરણવાદીઓએ વિરોધ કર્યો છે. તેમના કહેવા મુજબ રસ્તા સિમેન્ટના બનાવવાથી પર્યાવરણને તો નુકસાન થશે જ પરંતુ રસ્તાની હાલ સુધરવાની સાથે જ મોટા પ્રમાણમાં પર્યટકો પણ આરે કોલોનીમાં ટોળાની માફક ઉતરી આવશે.
આરે કોલોનીની મુખ્ય રોડ દિનકર દેસાઈ માર્ગને નામે ઓળખાય છે. જે લગભગ 7.38 કિલોમીટર લાંબો છે. 2014ની સાલથી આ રસ્તાની દેખરેખની જવાબદારી પાલિકાને માથે આવી છે. જોકે વર્ષોથી આ રસ્તો તેમ જ આરે કોલોનીમાં અંદર રહેલા બીજા રસ્તા બિસ્માર હાલતમાં રહ્યા છે. આ રસ્તા પર રોજ હજારો લોકો પ્રવાસ કરે છે.
નવો અખતરો! મુંબઈના રસ્તા પર હવે ઝેબ્રા ક્રોસિંગમાં આ કલરના પટ્ટા જોવા મળશે. જાણો વિગત
તાજેતરમાં જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે અને સ્થાનિક વિધાનસભ્ય રવિન્દ્ર વાયકરની આ મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં આરે કોલોનીના રસ્તા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.