ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
દક્ષિણ મુંબઈના ભુલેશ્વર, દવા બજારના રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. રસ્તા પર તથા ફૂટપાથ પર ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ જોરદાર કાર્યવાહી કરી છે અને અહી ગેરકાયદે રીતે જગ્યા પચાવી પાડનારા લગભગ 92 ફેરિયાઓને હટાવી દીધા છે. તેથી રસ્તો હવે રાહદારીઓ અને વાહનચાલક માટે મુક્ત થયો છે.
પાલિકાના ‘સી’ વોર્ડ હેઠળ આવતા ભુલેશ્વર, દવા બજારના વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા પર બેસતા ફેરિયાઓની ફરિયાદ આવી રહી હતી. તેથી પાલિકાએ ખાસ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને રસ્તાઓ ફેરિયા મુક્ત કર્યા હતા.
નવી મુંબઈના બેલાપૂરથી થાણેનો ટ્રાફિક ઝડપી બનશે, પાલિકાએ અમલમાં મૂક્યો આ પ્રોજેક્ટ; જાણો વિગત
‘સી’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર (વધારાના ચાર્જ) પ્રશાંત ગાયકવાડની સૂચના મુજબ સી વોર્ડમાં ભૂલેશ્વરની બજારના રસ્તા, ફૂટપાથ, દવા બજાર પરિસરમાં હોલસેલ બજાર સિવાય અનેક ઍસ્ટાબ્લિશમેન્ટની ઓફિસ હોવાથી અહીં ભારે ભીડ રહેતી હોય છે. કાર્યવાહી કરીને જગન્નાથ શંકરસેઠ માર્ગ, પાંજરાપોળ, તીનબત્તી નાકા, પાંચમો કુંભારવાડો, મોતી સિનેમા, દાદીશેઠ અગિયારી લેન, ભૂલેશ્ર્વર માર્ગ, દવા બજાર, આત્મારામ મર્ચન્ટ માર્ગ, શેખ મેમણ માર્ગ જેવા વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ માર્ગને ફેરિયા મુક્ત કરવામાં આવ્યા હતા.