ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,12 એપ્રિલ 2021.
સોમવાર.
મુંબઈમાં વધતા કોરોનાના પ્રકોપને કારણે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો છે. મુંબઈની મોટી મોટી પાંચ સિતારા હોટલો સહિત 244 હોટલો અત્યારે ક્વોરનટાઇન સેન્ટરમાં ફેરવાઈ ગઈ છે.
બીએમસીના એક વરિષ્ઠ ઓફિસરના જણાવ્યા મુજબ,'મુંબઈમાં વધતાં કોરોનાના પ્રકોપને કારણે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દર્દીઓ માટે બેડ ખાલી નથી. તે ઉપરાંત અમુક દર્દીઓ એવા પણ છે કે જેઓ ઘરમાં રહીને પણ તેમની સારવાર કરી શકતા નથી. તથા વિદેશથી આવતા પ્રવાસીઓને ક્વોરનટાઈનમાં રાખવા માટે પણ આ પર્યાય વિચારવામાં આવ્યો છે.'
મુંબઈની ટોટલ 29 ફાઈવસ્ટાર હોટલો,34 ફોરસ્ટાર હોટલો, 56 થ્રી સ્ટાર હોટલો, 38 ટુસ્ટાર હોટલો અને 86 સામાન્ય હોટલ અને એક એરપોર્ટ હોટલ એમ મળીને કુલ 244 હોટલો ને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી દીધી છે. બીએમસી ના વરિષ્ઠ અધિકારી જણાવે છે કે,' વિદેશથી આવતા પ્રવાસીઓ ને આ હોટલમાં સુરક્ષિત કારણોસર રાખવામાં આવશે તે ઉપરાંત એવા દર્દીઓ કે જેઓ ઘરે રહીને સારવાર નથી કરી શકતા તેઓ પણ આવી હોટલોમાં આવીને ક્વોરેન્ટાઇન થઈ શકે છે.'
જોકે આ હોટલો નું ભાડું વિદેશથી આવનાર પેસેન્જર અને કોરોના પોઝિટિવ દર્દીઓની પરિસ્થિતિ પ્રમાણે નક્કી કરવામાં આવશે. પરંતુ તેની અંદાજિત કિંમત,ફાઈવ સ્ટાર હોટલમાં અંદાજે રોજના 3500 હજારથી 4500 હજાર રૂપિયા, ફોર સ્ટાર હોટલમાં 2500 હજારથી 4000 હજાર રૂપિયા, થ્રી સ્ટાર હોટલમાં 1800થી 3700 રૂપિયા, ટુ સ્ટાર હોટલમાં 1700 થી 3200 રૂપિયા, જ્યારે સામાન્ય હોટલમાં 1200 રૂપિયાથી 3000 જેટલી રાખવામાં આવી છે.






