News Continuous Bureau | Mumbai
પ્લાસ્ટર ઓફ પેરિસથી(Plaster of Paris) અનેક દરિયાઈ જીવ સામે જોખમ નિર્માણ થતું હોય છે. તેથી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ(POP Idols) સામે કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે મૂર્તિકારોની(Sculptors) અને ગણેશ મંડળોની(Ganesh Mandals) માગણીને ધ્યાનમાં લઇ મુંબઇ મહાનગરપાલિકાએ(BMC) આ ગણેશોત્સવમાં(Ganeshotsav) ફરીથી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિની પરવાનગી આપી છે. પાલિકાએ એવી જાહેરાત કરી છે કે ૨૦૨૩થી પીઓપી મૂર્તિ પરનો પ્રતિબંધ અમલમાં આવશે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(Central Pollution Control Board) તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડ-લાઇન્સમાં હજી સ્પષ્ટતા ન હોવાથી આ વખતે પીઓપી મૂર્તિની પરવાનગી આપવામાં આવે એવી માંગણી ગણેશોત્સવ સમન્વય સમિતિએ કરી હતી. આ માગણીને આધારે પાલિકાએ પરિપત્ર જાહેર કર્યું છે એમ ગણેશોત્સવ સમન્વય સમિતિ ના અધ્યક્ષ નરેશ દહિબાવકરે(Naresh Dahibawkar) જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : રેલવે ટ્રેક પાસે શાકભાજીની નહીં પણ હવે આની ખેતી થશે-રેલવે ખાનગી કંપનીઓને આપશે કોન્ટ્રેક્ટ-જાણો વિગત
જોકે પાલિકાએ તાકીદ કરી છે કે ઘરમાં લાવવામાં આવતી ગણપતિની પીઓપીની મૂર્તિ બે ફૂટથી ઊંચી ન હોવી જોઇએ.