Site icon

મુંબઈમાં હોસ્પિટલ અને જંબો કેર સેન્ટરમાં જગ્યા ઓછી પડવાના ડરે BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,30 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

ગુરુવાર.  

કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે તેને પગલે આગામી દિવસમાં કદાચ હોસ્પિટલ અને જંબો કોવિડ સેન્ટરમાં પણ દર્દી માટે જગ્યાએ ખૂટી પડશે એવો ડર મુંબઈ મહાનગર પાલિકાને સતાવી રહ્યો છે. તેથી પાલિકાએ મુંબઈના તમામ 24 વોર્ડમાં ક્વોરેન્ટાઇન સેન્ટર ઊભો કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં ત્રીજી લહેરના આગમના એંધાણ વચ્ચે 24 કલાકની અંદર જ કેસમાં જબરદસ્ત વધારો થયો છે.  આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી દિવસમાં મુંબઈના તમામ હોસ્પિટલમાં અને કોવિડ સેન્ટરમાં જગ્યા ખૂટી પડશે એવો ભય છે. તેથી પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈના તમામ 24 વોર્ડમાં કોવિડના દર્દીઓને ક્વોરન્ટાઇન થવા માટે કોવિડ કેર સેન્ટર ઉભા કરવાનો આદેશ આપ્યો છે.  

  મુંબઈના 24 વોર્ડમાં 500 વ્યક્તિની ક્ષમતાવાળું કોવિડ કેર સેન્ટર(CCC)2 ઊભું કરવામાં આવશે. જયાં લક્ષણો નહીં ધરાવતા દર્દીઓને ક્વોરન્ટાઈન કરી શકાશે અને તેમને આવશ્યકતા મુજબ સારવાર પણ આપી શકાય. એ સિવાય પાલિકા કમિશનરે મુંબઈના તમામ વોર્ડની ઓફિસમાં વોર્ડ વોર રૂમમાં બે મહિના માટે ટ્રેની ડોકટરની સંખ્યા વધારવાનો આદેશ પણ આપ્યો છે. તેથી ઘરમાં જ ક્વોરન્ટાઈન રહેલા દર્દી સાથે આ ડોકટરો સંપર્ક કરીને તેમની તબિયત વિશે અપડેટ લેતા રહેશે.  તમામ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં મનુષ્યબળ અને યંત્રણા, દવાનો અને ઓક્સિજનનો સ્ટોક પણ તાત્કાલિક કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે.

નવા વર્ષની ઊજવણી માટે હોટલ અને રેસ્ટોરાંમાં ભીડ ઉમટી તો તેમનું આવી બનશે. BMCના અધિકારી રોજ કરશે આ કામ; જાણો વિગતે

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version