News Continuous Bureau | Mumbai
મુંબઈના મલાડના મઢ(Malad's Madh) ખાતે ઈરાંગલ ગામના ભાટી ગાંવમાં(Bhati Gaon in Erangal Village) ગેરકાયદેસર બનેલા બે સ્ટુડિયોને(illegal studio) તોડી પાડવાનું કામ આખરે મંગળવારથી ચાલુ થયું છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પાલિકા(BMC) દ્વારા મિલિયોનેર સિટી સ્ટુડિયો(Millionaire City Studios) અને એક્સપ્રેશન સ્ટુડિયોના(Expression Studio) કામચલાઉ સ્ટ્રક્ચરને તોડી પાડવાનું કામ ચાલુ કર્યું છે. પખવાડિયા પહેલાં પાલિકાના પી-નોર્થ વોર્ડ ઓફિસરે બાલાજી તિરુપતિ સિનેમા(Balaji Tirupati Cinema), એક્સપ્રેશન સ્ટુડિયો અને મિલિયોનેર સિટી સ્ટુડિયો ને નોટિસ મોકલી હતી અને તમામ પ્રવૃતિઓ બંધ કરવાનું કહ્યું હતું. તેમ જ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) પાસેથી મળેલી મંજૂરીનો પત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહેવાનું કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ધારાસભ્યના નિધન બાદ થનારી અંધેરીની પેટાચૂંટણી લડવાનું શિંદે ગ્રુપનું સપનું રોળાશે-ભાજપનો ઉમેદવાર ફાઈનલ
આ સ્ટુડિયો સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેથી મુંબઈ ઉપનગરના કલેકટરે પી-નોર્થ વોર્ડ ઓફિસને કાર્યવાહી કરીને તમામ ગેરકાયદે બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો હતો.