News Continuous Bureau | Mumbai
બોરીવલી(વેસ્ટ)માં(Borivali) આર.એમ.ભટ્ટડ માર્ગ(RM Bhatt Road) પર બાંધવામાં આવેલા નવા ફ્લાયઓવરને(New flyover) ખુલ્લો મુકવાના બે-ત્રણ દિવસની અંદર જ તેના સરફેસ પરથી ખડીઓ નીકળવા માંડી હતી. તેથી આ ફ્લાયઓવરની ગુણવત્તા(Flyover quality) સામે સવાલો થઈ રહ્યા હતા. છેવટે પાલિકા પ્રશાસનને(Palika administration) સ્પષ્ટતા આપવી પડી છે કે ફ્લાયઓવર પર વાહનો સ્કીડ થઈને એક્સિડન્ટ થાય નહીં તે માટે તેના સરફેસ પર અત્યાધુનિક એન્ટી-સ્કિડ સર્ફેસિંગ ટેક્નોલોજીનો(anti-skid surfacing technology) ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી હાલ રસ્તા પર નીકળી રહેલી બારીક ખડીઓ આ પદ્ધતિને કારણે નીકળી રહી છે,
બોરીવલી (ઈસ્ટ) અને (વેસ્ટ)ને કનેક્ટેડ આ ફ્લાયઓવર લાંબા સમયથી બંધાઈ રહ્યો હતો. છેવટે લાંબી મથામણ બાદ ગયા અઠવાડિયે તેને વાહનવ્યવહાર(Transportation) માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે ફ્લાયઓવર ખુલ્લો મુકવાની સાથે જ તેના સરફેસ પર ખડીઓ નીકળવા માંડી હતી. તેની સામે સ્થાનિક રહેવાસીઓની સાથે જ સ્થાનિક રહેવાસીઓના ઓર્ગનાઈઝેશને વિરોધ કર્યો હતો અને સોશિયલ મિડિયા પર તેની ક્લીપ પણ વાયરલ કરી હતી. પુલની ગુણવત્તા સામે સવાર થવા માંડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : આખરે ઉદ્ધવ ઠાકરે ઝુક્યા- પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેના સ્થાને આ વ્યક્તિના નામે હશે નવી મુંબઈ એરપોર્ટ
છેવટે પાલિકા પ્રશાસને મંગળવારે ફ્લાયઓવરને થઈ રહેલા વિવાદને પગલે સ્પષ્ટતા આપવી પડી હતી. પાલિકાના કહેવા મુજબ ફ્લાયઓવર પર વાહનો ફૂલ સ્પીડમાં હોય ત્યારે એક્સિડન્ટ (સ્કીડ)ના થાય તે માટે તેની સરફેસ પર અત્યાધુનિક એન્ટી-સ્કિડ સર્ફેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને કારણે રસ્તા પર બારીક ખડીઓ નીકળી રહી છે. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ બારીક ખડીઓ રસ્તા પર નીકળતી બંધ થશે. આ પુલનું બાંધકામ ઉચ્ચ ગુણવત્તાના રો-મટિરિયલ વાપરીને(raw-material) કરવામાં આવ્યું છે.