Site icon

મુંબઈ મહાનગરપાલિકા દરેક ઘરે જઈને લોકોના બ્લડ પ્રેશર માપશે -જાણો તમે યોજનાનો લાભ શી રીતે લઈ શકશો

News Continuous Bureau | Mumbai

બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં બ્લડપ્રેશર(blood pressure), ડાયાબિટીસ(Diabetes) સહિતના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે આ તમામ રોગોના પ્રાથમિક નિદાન માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ની આરોગ્ય ખાતાની ટીમ મુંબઈ(Mumbai)ના ઘરે ઘરે જઈને આ રોગોની તપાસ કરવાની છે.

Join Our WhatsApp Community

આ ઝુંબેશ માટે મ્યુનિસિપલ હેલ્થ વર્કર (Muncipal worker) અને આશા વર્કર(Asha worker)ને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આથી આ કર્મચારીઓ દ્વારા 30 વર્ષની વય વટાવી ચૂકેલા તમામનું બ્લડ પ્રેશર ચેક કરીને યાદી તૈયાર કરવામાં આવશે. આમાં જેમનામાં બ્લડ પ્રેશર જોવા મળે છે તે મુજબ સંબંધિતોને વધુ તપાસ અને સારવાર માટે હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. જેથી ભવિષ્યમાં હૃદયરોગ અને મરડો સહિતની અન્ય બીમારીઓ શરીરમાં ફેલાય તે પહેલા પ્રાથમિક નિદાન કરી સારવાર શરૂ કરી લોકોને આ રોગોથી બચાવવા માટે પાલિકા(BMC)ના આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાના ઉદભવસ્થાન ચીનમાં મહામારીની રી-એન્ટ્રી-આ શહેરમાં ફરી વાર લોકડાઉન લાગુ પડાયું-લાખો લોકો ઘરોમાં કેદ

મુંબઈની ફાસ્ટ લાઈફમાં તણાવમાં વધારો થવાને કારણે ઘણા લોકોમાં બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર વધી ગયું છે અને જો નિદાન ન થાય તો રોગ પણ વધે છે. તેથી પાલિકાના આરોગ્ય ખાતાના દ્રા 30 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના બ્લડ પ્રેશર તપાસવા માટે ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

આ અભિયાન ઓક્ટોબરથી શરૂ થશે અને તેના માટે હોસ્પિટલના ડોક્ટરો અને અધિકારીઓની તાલીમનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યા બાદ હવે આરોગ્ય કાર્યકરો અને આશા વર્કરોને તાલીમ આપવામાં આવી રહી છે. તેથી, ઘરના દરેક વ્યક્તિનું બ્લડ પ્રેશર જે થ્રેશોલ્ડ વટાવી ગયું છે તે તપાસવામાં આવશે અને રેકોર્ડ કરવામાં આવશે. બ્લડ પ્રેશરના રજિસ્ટ્રેશન મુજબ સંબંધિતોને હોસ્પિટલમાં વર્ગીકૃત કરવામાં આવશે અને તેમના પર વધુ સારવાર શરૂ કરવામાં આવશે.

Vadhvan Offshore Airport: મુંબઈ નજીક સમુદ્રની વચ્ચે બનશે ભારતનું પ્રથમ એરપોર્ટ: ₹45,000 કરોડનો ખર્ચ અને દર વર્ષે 9 કરોડ મુસાફરોની ક્ષમતા; જાણો ક્યાં અને કેવી રીતે બનશે
Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશને તેની કૌશલ્યવર્ધન પહેલમાં સીમાચિહ્ન સર કર્યું: 3 લાખથી વધુ યુવાનોનું કૌશલ્યવર્ધન, 1.8 લાખને રોજગાર મળ્યો
Ajit Pawar Demise: નિધન પહેલા અજિત પવારે લીધો હતો ઐતિહાસિક નિર્ણય, 8 ફેબ્રુઆરીએ થવાની હતી જાહેરાત
Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Exit mobile version