News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) દર વર્ષે રસ્તા પાછળ કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ થોડા વરસાદમાં(Monsoon) રસ્તા પર ખાડા પડી જતા હોય છે. છતાં દર વર્ષની માફક આ વર્ષે પણ પાલિકા(BMC) રસ્તાઓ પાછળ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. મુંબઈગરા માટે પાલિકા આ વર્ષે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 505 નવા રસ્તા બાંધવાની(Road construction) છે. તે માટે અધધધ કહેવાય એમ 2210.9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
પાલિકાના એડિશનલ કમિશનર(Additional Commissioner) પી.વેલરાસૂના(P velrasu) જણાવ્યા મુજબ હાલ મુંબઈમાં 295 રસ્તાના કામ ચાલી રહ્યા છે. બાકીના 295 રસ્તાના કામ 210 રસ્તા સહિત અન્ય રસ્તાના કામ આગામી બે વર્ષમાં પૂરા કરવામાં આવવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાના અખત્યાર હેઠળ 2,000 કિલોમીટર રસ્તા આવે છે. આ રસ્તાની દેખરેખ અને સમારકામનું કામ કોન્ટ્રાક્ટર(Contractors) ના માધ્યમથી કરવામાં આવે છે. આ રસ્તાના કામ ગુણવત્તાસભર હોય તે માટે આ વર્ષથી રસ્તાનું કામ કરતા સમયે પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટને(Road department) લાઈવ ટેલિકાસ્ટ(Live telecast) કરવાનું ફરજિયાત કરવામાં આવ્યો છે. તેથી કોન્ટ્રેક્ટરના કામની ગુણવત્તા પર નજર રાખી શકાશે.
પી.વેલરાસૂના જણાવ્યા મુજબ પાલિકાના અખત્યાર હેઠળ આવતા 2 હજાર કિલોમીટર રસ્તામાંથી એક હજાર કિલોમીટર રસ્તાનું કોંક્રીટાઈઝેશનનું(concretization) કામ પૂરું થઈ ગયું છે. તો આ વર્ષે વધુ 200 કિલોમીટરનું રસ્તાનું ક્રોક્રીટાઈઝેશનનું કામ પૂરું થશે.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન રેલવેમાં આ સ્ટેશન પર ઊભું કરાશે ત્રીજું ટર્મિનસ, મેટ્રો અને હાઈવે સાથે કનેક્ટેડ હશે.. જાણો વિગતે
હાલ દક્ષિણ મુંબઈમાં(South mumbai) 224 રસ્તામાંથી 68 રસ્તાનું કામ ચાલુ છે. પૂર્વ ઉપનગરમાં(eastern suburbs) 142 રસ્તામાંથી 80નું કામ ચાલુ છે. તો પશ્ચિમ ઉપનગરમાં(Western suburbs) 208 રસ્તામાંથી 147નું કામ ચાલુ છે.