News Continuous Bureau | Mumbai
ગુરુવાર 17 માર્ચના હોળીના તહેવાર નિમિત્તે નાગરિકોએ કોઈ પ્રકારના વૃક્ષો કાપવા નહીં. કોઈ પણ પ્રકારના ગેરકાયદે રીતે ઝાડ કાપતા જણયા તો તેની સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે એવી મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે.
પાલિકાએ હોળી નિમિત્તે કોઈ પ્રકારના ઝાડ કાપવા સામે ચેતવણી આપી છે, તેમ જ નાગરિકોને પણ સર્તક રહેવા કહ્યું છે. કોઈ ઝાડ કાપતા દેખાય તો પોલીસને જાણ કરવાની અપીલ પણ પાલિકાએ કરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઇમાં બળબળતા બપોર, શહેરમાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક, ગરમી વધવાનું આ છે કારણ
ગેરકાયદે રીતે ઝાડ કાપવાના ગુના હેઠળ સંબંધિત વ્યક્તિને ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી
5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તેમ જ એક અઠવાડિયાથી લઈને એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.