Site icon

વાહ! હવે દહિસર-ભાઈંદર વધુ નજીક આવશે. BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

  શુક્રવાર.  

મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ  દહિસર લિંક રોડથી ભાયંદર (પશ્ચિમ) સુધીનો છ કિમી લાંબો 45-મીટર પહોળો રોડ બાંધવાનો નિર્ણય લીધો છે. આ લિંક રોડને પગલે મુસાફરીનો સમય તો ઘટશે. જ પણ સાથે જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) પર સમાંતર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ઓછી થશે. 

લાંબા સમયથી  મુંબઈ-મીરા ભાયંદરને જોડતો રોડ બનાવવા માટે માગણી થઈ હતી. છેવટે  પાલિકાએ લગભગ  3000 કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવાનો નિર્ણય લીધો છે. આ લિંક રોડ મુંબઈને MMR સાથે જોડતો છઠ્ઠો રસ્તો બની રહેશે. હાલ દહિસર (પશ્ચિમ) સુધી રહેલો લિંક રોડ આગળ ભાયંદર (પશ્ચિમ) સુધી જોડાઈ જશે. પ્રસ્તાવિત રસ્તો મેન્ગ્રોવ્સ અને સોલ્ટ પાન(મીઠાના આગાર) જમીનમાંથી પસાર થાય છે. તેથી સંબંધિત સરકારી સંસ્થાઓ પાસેથી જરૂરી પર્યાવરણને લગતી મંજૂરી મેળવવી પડશે. BMC અધિકારીના જણાવ્યા પ્રમાણે  મેન્ગ્રોવ્ઝની હાજરીને આ વિસ્તાર માટે એલિવેટેડ કોરિડોર ડિઝાઇન કરવામાં આવ્યો છે. 

મૂળમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ 2016માં દહિસર (પશ્ચિમ) અને ભાયંદર (પશ્ચિમ) વચ્ચે ખૂટતો લિંક રોડ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કારણે હાલના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી ભાયંદર જવામાં 10 કિલોમીટરનું અંતર ઘટાડી દેશે.  જોકે હવે આ  પ્રોજેક્ટ  BMC હાથ ધરવાની છે. તેમ જ BMCના અધિકારક્ષેત્રમાં જે વિસ્તાર નથી આવતો ત્યા બનનારા રોડમાં થનારો ખર્ચ MMRDA ચૂકવશે. 

BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી વેલરાસુના કહેવા મુજબ આ પ્રોજેક્ટ WEH પર ટ્રાફિકનો ભાર હળવો કરવા ઉપરાંત મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મીરા-ભાઈંદર શહેરની વસ્તી 10 લાખથી વધુ છે. હાલ દહિસર પશ્ચિમથી ભાયંદર પશ્ચિમ અને મીરા રોડ પશ્ચિમ સુધી કોઈ મોટરેબલ રોડ ઉપલબ્ધ નથી.

મુંબઈગરાઓ માટે સારા સમાચાર : કોસ્ટલ રોડનું 50 ટકા કામ પૂરું; આ વર્ષના અંત સુધીમાં કાર્યાન્વિત થઈ જશે

જોકે અનેક પર્યાવરણવાદી સંસ્થાઓ રસ્તા પર સામે હાલ વિરોધ દર્શાવ્યો છે. પર્યાવરણવાદી અને દહિસરમાં ન્યુ લિંક રોડ રેસિડેન્ટ્સ ફોરમ (NLRRF) ના સભ્ય હરીશ પાંડેએ એક મિડિયા હાઉસને  જણાવ્યા મુજબ BMCએ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સ્થાનિક રહેવાસીઓને વિશ્વાસમાં લેવાની જરૂર છે. પર્યાવરણીય જોખમોને લગતા ઘણા પ્રશ્નો છે કારણ કે આ રસ્તો મેન્ગ્રોવ્સ અને મીઠાના આગારની જમીનમાંથી પસાર થાય છે. 
આ દરમિયાન પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે ટ્વીટ કર્યું: "આ પ્રસ્તાવિત નોર્થ કોસ્ટ રોડનો એક ભાગ છે, પરંતુ તે જરૂરી હોવાથી આ રોડ યુદ્ધના ધોરણે બનાવવામાં આવશે. દહિસર પશ્ચિમથી ભાઈંદર સુધીની કનેક્ટિવિટી બે શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડવામાં તેમજ ટ્રાફિક ઘટાડવામાં મદદ કરશે. અને દહિસર પૂર્વ અને WEH પર દબાણ ઘટાડશે."

 

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version