ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈને સાફ-સુથરી રાખવામાં સફાઈ કર્મચારીઓનો બહુ મોટો ફાળો છે. પરંતુ તેમના કામ અને તેમના પ્રત્યે કાયમ દુર્લક્ષ સેવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું છે. જોકે હવે તેમના કામને તેમના યોગદાનને બિરદાવવાનો મુંબઈ મનપાએ નિર્ણય લીધો છે.
સફાઈ કર્મચારીઓના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમના આ કામના બહમાન તરીકે વૈશ્વિક સ્વચ્છતા દિને સફાઈ કર્મચારી અને તેમના પરિવારને સન્માનિત કરવાનો પાલિકા પ્રશાસન વિચાર કરી રહી છે. બહુ જલદી તેને લઈને પાલિકા એક પોલિસી પણ બનાવવાની છે.
મુંબઈના રસ્તાઓની, સાર્વજનિક સ્થળોની સફાઈ કરવાની સાથે સ્યુએજ લાઈનના કામ કરીને અનેક કર્મચારીઓ બિમાર પડીને મૃત્યુ પામ્યા છે. જોકે તેમની યોગ્ય કદર થઈ ન હોવાની અનેક વખત ફરિયાદો થઈ છે. ભાજપના નગરસેવક જગદીશ ઓઝાએ મૃત્યુ પામેલા સ્વચ્છતા કર્મચારીઓના પરિવારનું સન્માન કરવાની માગણી કરતો ઠરાવ પાલિકા પ્રશાસન પાસે રજૂ કર્યો હતો. તેને પાલિકાએ માન્ય રાખ્યો છે. તે મુજબ હવે મુંબઈને સ્વચ્છ રાખનારી જવાબદારી પાર પાડતા સમયે મૃત્યુ પામનારા આવા કર્મચારી અને તેમના પરિવારનું સન્માન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈના આ વિસ્તારમાં આવેલી જેલમાં કોરોના વિસ્ફોટ, આટલા લોકો આવ્યા કોરોનાની ચપેટમાં ; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાના ઘનકચરા વિભાગના સફાઈ કર્મચારી મૃત્યુ પામે તો પાલિકાના કાયદા મુજબ તેમના પરિવારને અમુક રકમની આર્થિક મદદ કરવામાં આવે છે. તેમ જ ફરજ દરમિયાન મૃત્યુ પામે અથવા કામ કરવામાં અસમર્થ હોય, રિટાયર્ડ થાય અને સ્વૈચ્છાએ નિવૃતિ લે તો તેના એક વારસને પાલિકામાં નોકરી આપવામાં આવે છે. એ સિવાય સફાઈ કામદાર ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેના વારસને ઇન્શોયરન્સ હેઠળ એક લાખ રૂપિયાની રકમ પણ મળે છે. એ સિવાય સફાઈ કર્મચારીઓને ગંદકી સાથે પનારો પાડવાનો હોય છે, તેથી પદ મુજબ તેમને ગંદકીને માટે ભથ્થુ પણ આપવામાં આવે છે. એ સિવાસ પ્રોવિડન્ટ ફંડ, ફેમિલી પેન્શન જેવી સગવડ પણ હોય છે.