ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
ઓસ્ટ્રેલિયામાં કારમાયકલ કોલસા ખાણ પ્રોજેક્ટને નાણાંકીય મદદ કરવાથી અમેરિકાની બેન્ક ઓફ ન્યૂયોર્ક મેલન કોર્પોરેશન પાછળ ખસી ગઈ છે. તેને પગલે અદાણી ગ્રુપને આ પ્રોજેકટમાં ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટ સામે પહેલાથી ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પર્યાવરણના અને અનેક સામાજિક નિયમોનો ભંગ કરનારો છે. પ્રશાસના નિયમો સામે પણ મેળ ખાતો નથી એવું કારણ આગળ કરીને બેન્ક ઓફ ન્યૂયોર્ક મેલન કોર્પોરેશને પાછળ પગલું ભર્યુ છે
સ્થાનિક રહેવાસીઓ પણ આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે. દિવસેને દિવસે તેમનો વિરોધ વધી રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપ સાથે છેડો ફાડનારી આ બીજી મોટી નાણાકીય સંસ્થા છે.
દર વર્ષે 100 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાંથી અદાણી ગ્રુપ આ વર્ષના અંત સુધીમાં ઉત્પાદન ચાલુ કરશે એવો અંદાજો હતો પણ હવે બેન્કે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. તેથી આ પ્રોજેક્ટમાં હજી વિલંબ થવાની શકયતા છે. જોકે અદાણી ગ્રુપ તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી