Site icon News Continuous Bureau | Mumbai

અદાણી ગ્રુપના ઓસ્ટ્રેલિયાના ખાણ પ્રોજેક્ટને પડયો આ કારણથી ફટકોઃ જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 નવેમ્બર  2021 
મંગળવાર.
 ઓસ્ટ્રેલિયામાં કારમાયકલ કોલસા ખાણ પ્રોજેક્ટને નાણાંકીય મદદ કરવાથી અમેરિકાની બેન્ક ઓફ ન્યૂયોર્ક મેલન કોર્પોરેશન પાછળ ખસી ગઈ છે. તેને પગલે અદાણી ગ્રુપને આ પ્રોજેકટમાં ફટકો પડયો હોવાનું માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટ સામે પહેલાથી ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પર્યાવરણના અને અનેક સામાજિક નિયમોનો ભંગ કરનારો છે. પ્રશાસના નિયમો સામે પણ મેળ ખાતો નથી એવું કારણ આગળ કરીને બેન્ક ઓફ ન્યૂયોર્ક મેલન કોર્પોરેશને પાછળ પગલું ભર્યુ છે 
સ્થાનિક રહેવાસીઓ પણ આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે. દિવસેને દિવસે તેમનો વિરોધ વધી રહ્યો છે ત્યારે અદાણી ગ્રુપ સાથે છેડો ફાડનારી આ બીજી મોટી નાણાકીય સંસ્થા છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! પશ્ચિમ રેલવે પર વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે આ કારણે બુધવારે રહેશે નાઇટ બ્લોક; જાણો વિગતે

Join Our WhatsApp Channel

દર વર્ષે 100 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાંથી અદાણી ગ્રુપ આ વર્ષના અંત સુધીમાં ઉત્પાદન ચાલુ કરશે એવો અંદાજો હતો પણ હવે બેન્કે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. તેથી આ પ્રોજેક્ટમાં હજી વિલંબ થવાની શકયતા છે. જોકે અદાણી ગ્રુપ તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી
 

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version