Site icon News Continuous Bureau | Mumbai

ઓલા-ઉબેરની જેમ હવે મુંબઈમાં બેસ્ટની પણ કેબ સર્વિસ આવશે- જાણો શું છે યોજના

News Continuous Bureau | Mumbai

'ઓલા(Ola)', 'ઉબેર(Uber)'ની જેમ હવે મુંબઈમાં 'બેસ્ટ(BEST Bus Transport)' પણ મુસાફરોને કેબની સુવિધા આપશે. બેસ્ટની કેબ(Electric cab service) ઈલેક્ટ્રીકથી ચાલશે, જે ઈકો ફ્રેન્ડલી હશે. BESTની કેબ સુવિધા ઓનલાઈન બુક કરીને મુંબઈવાસીઓ વાજબી ભાવે મુસાફરી બુક કરી શકશે. બેસ્ટ અત્યાર સુધી મુસાફરો માટે બસ સેવા પૂરી પાડતી હતી, પ્રથમ વખત તે ટેક્સી સુવિધા(Taxi service) આપવા મેદાનમાં ઉતરી રહી છે.

Join Our WhatsApp Channel

બેસ્ટ પ્રશાસન, મુસાફરોને આરામદાયક સેવાઓ પ્રદાન કરવા માટે ઘણા પગલાં લઈ રહ્યું છે, જેમાં ઇલેક્ટ્રિક બસો, એસી બસો, ડબલ ડેકર બસો શરૂ કરવામાં આવી છે. બેસ્ટે હવે મુસાફરોને વધુ સુવિધા આપવા માટે કેબની સર્વિસ આપવાનો નિર્ણય કર્યો છે. ઓલા ઉબેર જેવી પ્રાઈવેટ કૂલ કેબ(Private cool cab) માં મુસાફરી કરતા પેસેન્જરો તેમની સુરક્ષાની ચિંતા કરતા રહે છે. બેસ્ટની બસ સેવા સલામત અને સુવિધાજનક જોવામાં આવે છે, તે જ તર્જ પર, બેસ્ટ પ્રશાસન હવે ઇલેક્ટ્રિક કેબ પણ પ્રદાન કરશે. આ માટે વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટ આપતી કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવ્યા છે. તેના દ્વારા મુંબઈના દરેક ખૂણે શ્રેષ્ઠ સેવા ઉપલબ્ધ થશે. આ એજન્સી કંપનીઓ ઈલેક્ટ્રિક કેબની સાથે ઈંધણ અને શોફર સેવાઓ પણ પૂરી પાડશે. ઉપરાંત, આ દરેક ઇલેક્ટ્રિક ટેક્સીમાં BEST નો લોગો હશે.

આ સમાચાર પણ વાંચો : શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ

જો તમે કોઈ સ્થળે પહોંચવા માટે બસનો ઉપયોગ કરો છો અને સ્ટોપની બહાર બસ સેવા ઉપલબ્ધ નથી અથવા ઘણી વખત બસ અમુક રૂટ પર દોડતી નથી, તો BEST કેબ્સ તમામ રૂટ પર આગળની મુસાફરી પૂરી પાડી શકે છે. તેમજ તમે આ કેબનો ઉપયોગ ઘરેથી બસ સ્ટોપ સુધી આવવા માટે કરી શકો છો.

તમે આ કેબને ચલો એપ દ્વારા ઓનલાઈન બુક કરી શકો છો. તમે આ કેબ માટે ઓનલાઈન(Online payment) ચૂકવણી કરી શકો છો. તમે Ola-Uberની જેમ જ Chalo એપ દ્વારા આ ઈ-કેબ બુક કરાવી શકો છો. આ ઈ-કેબ્સ (ઈલેક્ટ્રિક ટેક્સીઓ)ના ભાડા ઓલા અને ઉબેર ટેક્સીઓ કરતા ઓછા હશે. જેથી સામાન્ય મુસાફરો પણ આ સેવાનો લાભ લઈ શકશે. તદુપરાંત આ ઈલેક્ટ્રિક ટેક્સીઓ ઈકો-ફ્રેન્ડલી છે અને તેનાથી અવાજનું પ્રદૂષણ થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યમાં દિવાળી ફટાકડા વગર ઉજવાશે- સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ યથાવત રાખ્યો  

Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Exit mobile version