Site icon

લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.

News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવમાં(Ganeshotsav) મંડપ બાંધવા માટે રસ્તા પર તથા ફૂટપાથ પર ખાડા ખોદવા(potholes ) બદલ મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ ‘લાલબાગ ચા રાજા’(Lalbagh Cha Raja') સાર્વજનિક ગણેશોત્સવ મંડળને 3.66 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Join Our WhatsApp Community

આ મંડળે મંડપ બાંધવા રસ્તા પર 183 ખાડા ખોદી મૂક્યા હતા. 

લાલબાગચા રાજાના દર્શને ફક્ત મુંબઈ જ નહીં પણ પૂરા વિશ્વભરમાંથી ભક્તો ખાસ પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. ત્યારે ગણેશોત્સવમાં મંડપ બાંધવા ખાડા ખોદવા બદલ પાલિકાએ તેમને નોટિસ મોકલીને 3.66 લાખ રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં 14 વર્ષથી ડિગ્રી- લાયસન્સ વગર મહિલા કરી રહી હતી કાયદાની પ્રેક્ટિસ- હવે પોતે કાયદાના સપાટામાં આવી- થઇ આ કાર્યવાહી 

પાલિકાએ ગણેશોત્સવ બાદ મુંબઈના તમામ રસ્તાઓ પર ઈન્સ્પેકશન (Inspection) કર્યું હતું, જેમાં જે મંડળોએ મંડપ બાંધવા રસ્તા પર ખાડા કર્યા હતા, તેમને નોટિસ મોકલવાનું ચાલુ છે. રસ્તા પર કે ફૂટપાથ પર મંડપ બાંધવા માટે ખાડો  ખોદી શકાય નહીં. છતાં અનેક મંડળો પોતાની ગણેશમૂર્તિની(Ganesh Idols) સ્થાપના માટે મંડપ બાંધવા માટે ફૂટપાથ અથવા રસ્તા પર ખાડો ખોદતા હોય છે. પાલિકાના નિયમ મુજબ જો મંડપ બાંધવા ખાડો ખોદયો તો પ્રતિ ખાડો ૨,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડે છે.

ઈન્સ્પેકશન દરમિયાન લાલબાગમાં મંડપની આજુબાજુ મંડળે બાંબુ નાખવા ખાડા કર્યા હતા, જે હજુ સુધી ભરવામાં આવ્યા નથી. તેથી પાલિકાએ લાલબાગચા રાજાના મંડળને નોટિક મોકલી છે, જેમાં લગભગ ૧૮૩ ખાડા માટે ૩.૬૬ લાખ રૂપિયાનો દંડ ભરવાની આ નોટિસ પાલિકાએ ફટકારી છે.
 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version