Site icon

મુંબઈના પશ્ચિમ પરાના આ ગુજરાતી વિસ્તારો ફરી એક વાર કોરોનાની ચપેટમાં- 14 દિવસમાં આટલા ટકા કેસનો ઉછાળો- જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈમાં ફરી એક વખત કોરોનાએ(Corona) માથું ઊંચક્યું છે. અગાઉની માફક ફરી એક વખત પશ્ચિમ પરાના(Western suburbs) ગુજરાતી વિસ્તાર ગોરેગામથી બોરીવલીમાં(Borivali) કોરોનાના કેસમાં(Corona case) જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગુજરાતી વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોઈ ફરી એક વખત લોકોમાં કોરોનાનો હાઉ જોવા મળી રહ્યો છે.

બોરીવલીથી ગોરેગામના(Goregaon) પટ્ટામાં છેલ્લા 14 દિવસના સમયગાળામાં કોરોનાના કેસમાં 150 ટકાનો ઉછાળો આવ્યો છે. મે મહિનાની સરખામણીમાં કેસ વધ્યા છે. તે માટે વેકેશનને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં વેકેશન(Vacation) હોવાથી લોકો બહારગામ થઈને પાછા આવી રહ્યા છે. તેમ જ કોવિડને લગતા તમામ પ્રતિબંધો(Restrictions) હટી ગયા છે. માસ્ક પહેરવું પણ હવે ફરજિયાત નથી. પબ્લિક પ્લેસ(Public place) પર પણ મોટી ભીડ જમા થતી  હોય છે. તેને કારણે પણ કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ- વસઈ-વિરારમાં આટલી ગટરોના ઢાંકણા ગાયબ- ચોમાસામાં રાહદારીઓ માટે ખુલ્લી ગટરનું જોખમ- જાણો વિગતે

આર-સેન્ટ્રલ વોર્ડ(R-Central Ward) બોરીવલીમાં 18થી 24 મે અને 25થી 31 મે વચ્ચે કેસ 13થી વધીને 62 સુધી પહોંચી ગયા છે. જયારે આર-દક્ષિણ કાંદીવલીમાં(Kandivali) આ સમયગાળામાં 30 કેસ નોંધાયા હતા તે વધીને 78 થઈ ગયા છે. જ્યારે પી-દક્ષિણ વોર્ડ(P-South Ward) ગોરેગામમાં 53થી સીધા 134 કેસ થઈ ગયા છે. 

પાલિકાના અધિકારીઓના(Municipal officials) કહેવા મુજબ તેઓ આ વિસ્તાર પર નજર રાખીને બેઠા છે. હાલ તો મોટાભાગના કોવિડ પોઝિટિવ કેસમાં(Covid positive case) કોરોનાના કોઈ લક્ષણો નથી. એટલે કે તેઓ અસિમ્ટેટિક(Asymmetrical) છે. એટલે તેઓ ઘરે જ ક્વોરન્ટાઈન(Quarantine) થઈ રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.
 

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version