News Continuous Bureau | Mumbai
પર્યાવરણનાં રક્ષણ અને સવંર્ધનની દ્દષ્ટિએ મુંબઈ(Mumbai)નાં ૧૪ સ્મશાન(cemetery)માં દહન કરવા માટે પરંપરાગત રીતે લાકડાં(wood)નો ઉપયોગ કરવાને બદલે બ્રિકેટ્સ બાયોમાસ(Briquettes biomass)નો ઉપયોગ થશે. તેથી વાર્ષિક સ્તરે 18 લાખ 60 હજાર કિલો લાકડાની બચત થશે એવો પાલિકા(BMC)એ દાવો કર્યો છે.
પર્યાવરણનાં રક્ષણ અને સંવર્ધન માટે સર્વસ્તરીય પ્રયાસ હેઠળ પાલિકાના સાર્વજનિક ખાતા દ્વારા મૃતદેહના દહન માટે જુદા જુદા પર્યાયના પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાં એગ્રો-ટ્રી વેસ્ટ વૂડ (ખેતીનો કચરો અને ઝાડના કચરા)માંથી તૈયાર કરવામાં આવેલા ‘બ્રિકેટ્સ બાયોમાસ’નો ઉપયોગ અન્ય પર્યાયની સરખામણીમાં વધુ પર્યાવરણપૂરક(environment friendly) હોવાનું જણાઈ આવ્યું હતું.
પારંપરિક સ્મશાનભૂમિમાં દરેક મૃતદેહ માટે ૩૦૦ કિલો લાકડાં પાલિકા તરફથી મફતમાં પૂરા પાડવામાં આવે છે. આ ૩૦૦ કિલો લાકડાં સાધારણ રીતે બે ઝાડમાંથી મળે છે. પાલિકાએ હવે પોતાની હદમાં આવેલાં ૧૪ સ્મશાનભૂમિમાં લાકડાંને બદલે ‘બ્રિકેટ્સ બાયોમાસ’(Briquettes biomass)નો ઉપયોગ કરશે. બહુ જલદી ‘બ્રિકેટ્સ બાયોમાસ’ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : બપોર બાદ આજે મુંબઈના બીકેસીના રસ્તા પરથી જવાનું ટાળજો, આ બધા રસ્તાઓ આજે બંધ છે… જાણો વિગતે.
બ્રિકેટ્સ બાયોમાસ એ ખેતીનો કચરો(Farm waste) અને ઝાડના સુકાઈ ગયેલા પત્તા(dry leaf), ડાળખી(wooden stick) જેવા કચરામાંથી તૈયાર કરવામાં આવે છે. ખેતીના કચરામાં જે એક તૃતીયાંશ ભાગ ફેંકી દેવામાં આવે છે, તેમાંથી બ્રિકેટ્સ બાયોમાસ તૈયાર કરવામાં આવે છે.
પાલિકા દ્વારા સ્મશાનભૂમિમાં નિ:શુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ પારંપરિક દહન સ્મશાનભૂમિ, વિદ્યુત સ્મશાનભૂમિ અને પી.એન.જી. એટલે કે પાઇપ નેચરલ ગૅસ(natural gas) આધારિત સ્મશાનભૂમિનો સમાવેશ થાય છે. પારંપરિક સ્મશાનભૂમિમાં પ્રત્યેક મૃતદેહ માટે ૩૦૦ કિલો લાકડા પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવે છે.
પાલિકાનાં જણાવ્યાં મુજબ જે ૧૪ સ્મશાનભૂમિમાં લાકડાંને બદલે ‘બ્રિકેટ્સ બાયોમાસ’નો ઉપયોગ કરવામાં આવવાના છે, તેમાં દર વર્ષે સાધારણ રીતે ૬,૨૦૦ જેટલા મૃતદેહ પર અંતિમ સંસ્કાર થાય છે. એટલે કે સાધારણ રીતે વર્ષમાં ૧૮ લાખ ૬૦ હજાર કિલો જેટલાં લાકડાંનો ઉપયોગ થાય છે. મૃતદેહના દહન માટે ૩૦૦ કિલો લાકડાંની આવશ્યકતા હોય છે. લાકડાં કરતા ‘બ્રિકેટ્સ બાયોમાસ’થી પ્રાપ્ત થનારી જ્વલન ઉષ્ણતા વધુ હોવાથી મૃતદેહ માટે ૨૫૦ કિલો ‘બ્રિકેટ્સ બાયોમાસ’ પૂરતા સાબિત થશે એવો પાલિકાએ દાવો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના આ મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે આવેલી 3 માળની ઇમારતમાં ભયંકર અગ્નિકાંડ, 27 લોકો જીવતા થયા ભડથું... જાણો વિગતે
આ ૧૪ સ્મશાનભૂમિમાં બ્રિકેટ્સ બાયોમાસ વાપરવામાં આવવાના છે, જેમાં ‘ડી’ વોર્ડની મંગલવાડી સ્મશાનભૂમિ, ‘ઈ’ વોર્ડમાં વૈકુંઠધામ હિંદુ સ્મશાનભૂમિ, ‘એફ-ઉત્તર’ વોર્ડમાં ગોયારી હિંદુ સ્મશાનભૂમિ, ‘જી-ઉત્તર’ વોર્ડમાં ધારાવી સ્મશાનભૂમિ, ‘એચ-પશ્ર્ચિમ’ વોર્ડમાં ખારદાંડા હિંદુ સ્મશાનભૂમિ, ‘કે-પશ્ર્ચિમ’ વોર્ડમા વર્સોવા હિંદુ સ્મશાનભૂમિ, ‘પી-ઉત્તર’ વોર્ડમાં મઢ હિંદુ સ્મશાનભૂમિ, ‘આર-દક્ષિણ’ વોર્ડમાં વડારપાડા હિંદુ સ્મશાનભૂમિ, ‘આર-ઉત્તર’ વોર્ડમાં દહીલસર હિંદુ સ્મશાનભૂમિ, ‘એલ-વોર્ડમાં ચુનાભટ્ટી હિંદુ સ્મશાનભૂમિ, ‘એમ-પૂર્વ’માં ચિતાકેમ્પ હિંદુ સ્મશાનભૂમિ, ‘એમ-પશ્ર્ચિમ’ વોર્ડમાં આણિક ગાવ હિંદુ સ્મશાનભૂમિ, ‘એસ’ વોર્ડમાં ભાંડુપ સ્મશાનભૂમિ સેવામંડળ સ્મશાનભૂમિ અને ‘ટી’ વોર્ડમાં મુલુંડ નાગરિક સભા હિંદુ સ્મશાનભૂમિનો સમાવેશ થાય છે.
અંતિમ સંસ્કાર માટે 14 સ્મશાનભૂમિમાં લાકડાને બદલે બ્રિકેટ્સ બાયોમાસનો ઉપયોગ થશે.