News Continuous Bureau | Mumbai
મુંબઈમાં સૌ કોઈને પાણી મળી રહે તે માટે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ 'વોટર ફોલ ઓલ' (Water for all policy) પોલિસી જાહેર કરી છે. આ પોલિસી હેઠળ એનઓસી નહીં ધરાવતી ઈમારતો સહિત ગેરકાયદે ઝૂંપડાઓને(Illegal huts) પણ પાણીનું જોડાણ આપવાની પાલિકાની યોજના છે. આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) દ્વારા ગોરેગાંવ પૂર્વમાં માનસાહેબ મીનાતાઈ ઠાકરે(Man Sahab Meenatai Thackeray)પાર્કમાં લોન્ચ કરવામાં આવવાની છે.
મુંબઈ મહાનગરપાલિકા (BMC)મુંબઈને દરરોજ 385 કરોડ લિટર એટલે કે 3,850 મિલિયન લિટર પાણીનો પુરવઠો કરે છે. હાલમાં આ પાણી પુરવઠા(Water supply) માટે મુંબઈમાં 4 લાખ 60 હજાર સત્તાવાર પાણીના જોડાણ છે. જો કે, BMCના અગાઉના નિયમોને કારણે, ઝૂંપડપટ્ટીની વિવિધ શ્રેણીઓમાં રહેતા રહેવાસીઓને પાણીનું કનેક્શન(water connection) લેવું શક્ય નહોતું. તેથી આવા વિસ્તારોમાં રહેતા નાગરિકોને અને ખાસ કરીને મહિલાઓને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક જગ્યાએ લોકો ગેરકાયદે પાણીનું જોડાણ મેળવતા હતા. તેથી આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને અને માનવતાવાદી દૃષ્ટિકોણ પાલિકાએ વિવિધ કેટેગરીની ઝૂંપડપટ્ટી અને રહેણાંક ઇમારતોના રહેવાસીઓને પણ પાણીનું કનેકશન આપવાની યોજના બનાવી છે.
આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેના ડ્રીમ પ્રોજેક્ટ પર પડશે હથોડો? હાઈ કોર્ટે આપ્યો આ આદેશ.. જાણો વિગતે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની પૃષ્ઠભૂમિ પર મુંબઈવાસીઓ માટે બજેટમાં ઘણી વિશેષ જોગવાઈઓ જાહેર કરવામાં આવી હતી. તેમાંથી એક છે 'વોટર ફોલ ઓલ'. અગાઉ, સત્તાધારી શિવસેનાએ મુંબઈવાસીઓને 24 કલાક પાણી આપવાનું વચન આપ્યું હતું. જો કે, મુલુંડ-બાંદ્રા પશ્ચિમમાં માત્ર પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પછી તે બંધ થઈ ગયો હતો.. તેવી જ રીતે, આ પોલિસી બનાવતી વખતે મુંબઈ મહાનગરપાલિકાએ મુખ્યત્વે પાણીની ચોરી, ગેરકાયદેસર પાણી જોડાણ અને પાણીના લીકેજને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈની દૈનિક પાણીની જરૂરિયાત લગભગ 4,200 મિલિયન લિટર છે. પરંતુ તેની સામે હાલ માત્ર 3,800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈમાં દરરોજ આશરે 900 મિલિયન લીટર પાણીની ચોરી અને લીકેજ થાય છે, જે 25 થી 30 ટકા છે. પરિણામે, મુંબઈકરોને દરરોજ લગભગ 2,900 મિલિયન લિટર પાણી મળે છે. પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે બાકી રહેલી ખાધને ભરવા માટે કોર્પોરેશનની નીતિ મહત્વની બની રહેશે. તેમજ મુંબઈકરોને ખારા પાણીમાંથી શુધ્ધ પાણી મળશે.