News Continuous Bureau | Mumbai
ગણેશોત્સવ(Ganesha Festival) નજીકમાં છે અને જો તમે રવિવાર રજાનો(Sunday holiday) દિવસ હોવાથી ખરીદી કરવા જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે સેન્ટ્રલ રેલવેએ(Central Railway) હાર્બર અને ટ્રાન્સ હાર્બર રૂટ(Harbor and Trans Harbor Routes) પર મેગા બ્લોકની(Mega Block) જાહેરાત કરી છે.
મધ્ય રેલવેએ જાહેરાત કરી છે કે રવિવાર 28મી ઓગસ્ટ 2022ના રોજ વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો(Engineering and maintenance works) માટે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઇન પર જ મેગા બ્લોક રહેશે. જોકે મેન લાઇન પર કોઈ મેગા બ્લોક રહેશે નહીં.
થાણે-વાશી/નેરુલ અપ અને ડાઉન ટ્રાન્સહાર્બર રૂટ(Thane-Vashi/Nerul Up and Down Transharbour Route) પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોકને પગલે થાણેથી વાશી/નેરુલ/પનવેલ માટે સવારે 10.35 વાગ્યાથી સાંજે 4.07 વાગ્યા સુધી અને વાશી/નેરુલ/પનવેલથી સવારે 10.25 વાગ્યાથી સાંજે 4.09 વાગ્યા સુધી થાણે માટે ઉપડનારી ટ્રેનો રદ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના માથે ફરી સંકટ- મુંબઈનું આ જાણીતું પર્યટન સ્થળ રહેશે અમુદત સમય માટે પર્યટકો માટે બંધ
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર રૂટ (Chhatrapati Shivaji Maharaj Terminus-Chunabhatti/Bandra Harbor Route) પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોકને પગલે સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ સુધીની હાર્બર રૂટ પરની ટ્રેનો અને સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી બાંદ્રા/ગોરેગાંવ તરફ આવતી હાર્બર રૂટ પરની ટ્રેનો રદ રહેશે.
પનવેલ/બેલાપુર/વાશીથી સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે ઉપડનારી હાર્બર લાઇનની ટ્રેનો અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે ઉપડનારી હાર્બર રૂટની ટ્રેનો રદ્દ રહેશે.
જો કે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા(Panvel and Kurla) (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે. હાર્બર રૂટ પરના મુસાફરોને 28 ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ છે.