Site icon

ગણેશોત્સવની ખરીદી કરવા રવિવારે બહાર નીકળવાના છો-તો આ સમાચાર ખાસ વાંચો- મધ્ય રેલવેએ આ રૂટ પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક 

Technical failure at Kalyan railway station; Traffic of Central Railway disrupted, Chakarmanyas flocked

Technical failure at Kalyan railway station; Traffic of Central Railway disrupted, Chakarmanyas flocked

News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવ(Ganesha Festival) નજીકમાં છે અને જો તમે રવિવાર રજાનો(Sunday holiday) દિવસ હોવાથી ખરીદી કરવા જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે સેન્ટ્રલ રેલવેએ(Central Railway) હાર્બર અને ટ્રાન્સ હાર્બર રૂટ(Harbor and Trans Harbor Routes) પર મેગા બ્લોકની(Mega Block) જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

મધ્ય રેલવેએ જાહેરાત કરી છે કે રવિવાર 28મી ઓગસ્ટ 2022ના રોજ વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો(Engineering and maintenance works) માટે હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઇન પર જ મેગા બ્લોક રહેશે. જોકે મેન લાઇન પર કોઈ મેગા બ્લોક રહેશે નહીં.

થાણે-વાશી/નેરુલ અપ અને ડાઉન ટ્રાન્સહાર્બર રૂટ(Thane-Vashi/Nerul Up and Down Transharbour Route) પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોકને પગલે થાણેથી વાશી/નેરુલ/પનવેલ માટે સવારે 10.35 વાગ્યાથી સાંજે 4.07 વાગ્યા સુધી અને વાશી/નેરુલ/પનવેલથી સવારે 10.25 વાગ્યાથી સાંજે 4.09 વાગ્યા સુધી થાણે માટે ઉપડનારી ટ્રેનો રદ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના માથે ફરી સંકટ- મુંબઈનું આ જાણીતું પર્યટન સ્થળ રહેશે અમુદત સમય માટે પર્યટકો માટે બંધ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર રૂટ (Chhatrapati Shivaji Maharaj Terminus-Chunabhatti/Bandra Harbor Route) પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક રહેશે. આ મેગા બ્લોકને પગલે સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ સુધીની હાર્બર રૂટ પરની ટ્રેનો અને સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી બાંદ્રા/ગોરેગાંવ તરફ આવતી હાર્બર રૂટ પરની ટ્રેનો રદ રહેશે.

પનવેલ/બેલાપુર/વાશીથી સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે ઉપડનારી હાર્બર લાઇનની ટ્રેનો અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે ઉપડનારી હાર્બર રૂટની ટ્રેનો રદ્દ રહેશે.

જો કે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા(Panvel and Kurla) (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે. હાર્બર રૂટ પરના મુસાફરોને 28 ઓગસ્ટ 2022ના રોજ સવારે 10.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ છે.

Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version