આ તે કેવી વાત? ખેતરમાં ચીકુના મણના ભાવ 300 રુપીયા અને મુંબઈમાં એક ચીકુ 5 રુપીયાનું. ખેડુત પાયમાલ – મુંબઈવાસી પાયમાલ અને વચેટીયાઓ માલામાલ.  

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

હાલ મોંઘવારી(Inflation)એ માઝા મુકી છે ત્યારે અનેક સ્તર પર ચાલી રહેલી ગેરરીતીઓ સ્પષ્ટ દેખાઈ આવે છે. હાલ મુંબઈના બજાર(Mumbai market)માં ચીકુ(Chiku rate)નો ભાવ 5 રુપીયા પ્રતિ નંગ છે. જેને કારણે અનેક લોકો આ ફળ ખાવાથી વંચિત રહી ગયા છે. બીજી તરફ આ વર્ષે સતત વધી રહેલી ગરમી(heat)એ કેરી અને ચીકુ પકવતા ખેડૂતો(farmers)ને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે. વાતાવરણમાં પલટો આવતા સખત ગરમી વધી છે જેના કારણે ચીકુ બે ત્રણ દિવસમાં જ બગડી રહ્યા છે. આ કારણથી ખેતરમાં ચીકુની કિંમત મણના ભાવ ૧૫૦ થી ૩૦૦ રુપિયા થઈ ગયા છે. 

આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં અગ્નિકાંડ: પીડિતો માટે પીએમ મોદીએ કરી આટલા લાખ રૂપિયા વળતરની જાહેરાત, ફેક્ટ્રી માલિકની ધરપકડ

ચીકુની ખેતી કરનાર ખેડુતોની હાલત એટલી ખરાબ છે કે મજૂરી અને દવાનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે. હાલ ખેડૂતો ભાવ વધે અને ડિમાન્ડ આવે તેવી કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ગુજરાતના નવસારી(Gujarat navsari)માં મોટા પાયે ચીકુની ખેતી થાય છે. અહીના અમલસાડ વિસ્તારના માં પ્રતિદિન ૫ થી ૬ હજાર મણ ચીકુની આવક ધરાવે છે, પણ વધેલી ગરમીએ ખેલ બગડ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીકુ દર વર્ષે ગરમીની સિઝનમાં ૨૫૦થી ૫૦૦ રૂપિયામાં સુધી વેચાય છે તે હાલ ૩૦૦ રૂપિયા સુધી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More