News Continuous Bureau | Mumbai
શિવસેનાના નેતા(Shivsena leader) સંજય રાઉત(Sanjay Raut) સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી બાદ રાજકીય સ્તરે(political level) ઘણો ચઢ-ઉતાર જોવા મળી રહ્યો છે. રાઉત વિરુદ્ધ કાર્યવાહી બાદ હવે પોતાનો નંબર આવશે એવા ડરે અન્ય નેતાઓ પણ ભાજપ(BJP)ના શરણે જઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યા છે. રવિવારે રાતના કોંગ્રેસના નેતા(Congress leader) અસલમ શેખ(Aslam Shaikh) નાયબ મુખ્ય પ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) મળ્યા હતા. આ મુલાકાતને લઈને અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
200 કરોડના કૌભાંડનો આરોપનો સામનો કરી રહેલા મુંબઈ શહેરના ભૂતપૂર્વ પાલક પ્રધાન(Former Guardian Minister) અને કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) અસલમ શેખ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન 'સાગર'માં પ્રવેશ્યા હતા. તેનો વિડિયો વાયરલ(Viral video) થયો છે. તે સમયે તેમની સાથે બીજેપી નેતા(BJP leader) મોહિત કંબોજ (Mohit Kamboj) પણ સાથે હતા. આ ત્રણેય નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ ગુજરાતી અને મારવાડીઓને કારણે જ દેશની આર્થિક રાજધાની છે-મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીનું નિવેદન-જુઓ વિડિયો.
#ઉત્તરમુંબઈના #કોંગ્રેસી #ધારાસભ્ય #અસલમશેખ પણ #ભાજપના રસ્તે? ગત રાતનો એક વીડિયો સામે આવ્યો.. જુઓ તે #વિડિયો..#Northmumbai #Congress #MLA #aslamshaikh #BJP #video pic.twitter.com/L7n9xSTtXQ
— news continuous (@NewsContinuous) August 1, 2022
ગયા અઠવાડિયે ભાજપના નેતાએ અસલમ શેખ પર 200 કરોડ રૂપિયાના કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા હતા. દાપોલી ખાતે શિવસેનાના અનિલ પરબે જે રીતે દરિયામાં રિસોર્ટ બનાવ્યું તે જ રીતે પૂર્વ મંત્રી અસલમ શેખના આશીર્વાદથી કોરોના કાળ દરમિયાન માઢમાં મોટા બાંધકામો ઉભા કરવામાં આવ્યા હોવાનો આરોપ અસલમ શેખ પર છે.
કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને આવા બાંધકામો કરવામાં આવી રહ્યા છે. આ જગ્યાએ લગભગ 200 કરોડનું કૌભાંડ થયું છે એવો આરોપ ભાજપના નેતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમ જ આ સ્ટુડિયો અને અન્ય બાંધકામો સીધા દરિયામાં થઈ રહ્યા છે એવો દાવો પણ ભાજપના નેતાએ કર્યો હતો. તેથી EDની કાર્યવાહીથી બચવા અસલમ શેખ હવે ભાજપમાં જોડાય એવી મોટાપાયે ચર્ચાઈ રહ્યું છે.