હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર- 15 દિવસ ડાઉન લાઈનમાં આ સ્ટેશન પર ટ્રેન હોલ્ટ કરશે નહીં- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

હાર્બર લાઈનમાં(harbor line) ટ્રેનની સ્પીડ(Train speed) વધારવા માટે માહીમ સ્ટેશન(Mahim station) તરફ પાટાઓમાં રહેલા વળાંકને હટાવવાનું કામ કરવાના છે. તેથી બાંદરા-ગોરેગામ(Bandra-Goregaon) તરફ જતી ડાઉન લાઈનની(Down line) હાર્બર લાઈનની ટ્રેન(Harbor line train) 15 દિવસ માટે માહિમ સ્ટેશન પર હોલ્ટ કરશે નહીં એવી જાહેરાત વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા કરવામાં આવી છે.

રેલવે ઓથોરિટીના(Railway Authority) કહેવા મુજબ પાટાઓમાં રહેલા આ વળાંક(કર્વ)ને હટાવ્યા બાદ ટ્રેન પ્રતિ કલાકે 50 કિલોમીટરની ઝડપે દોડી શકશે. ડાઉન લાઈનનું કામ પૂરું થયા બાદ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(Chhatrapati Shivaji Maharaj Terminus) તરફ જતી ટ્રેનના પ્લેટફોર્મ તરફ આ કામ હાથ ધરવામાં આવશે.

રેલવેના જણાવ્યા મુજબ માહીમમાં આ પાટામાં રહેલા વળાંકને હટાવવા માટે પ્લેટફોર્મનો થોડો હિસ્સો તોડવામાં આવશે અને ત્યારબાદ તેના અમુક હિસ્સાને વધારવામાં આવશે. બાંદરા-માહિમ વચ્ચે પાટાને વળાંકની ડીઝાઈનમાં થોડી ફેરફાર કરવા માટે ટ્રેકને બે મીટર સુધી શિફ્ટ કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી આવતા જ ગુજરાતીઓને મસ્કા પોલીશ ચાલુ- મુખ્યમંત્રીએ વડાપ્રધાનની હાજરીમાં કહી આ વાત- જાણો વિગત

બાંદરા-માહીમ વચ્ચેના પાટાના આ વળાંકની ડિઝાઈનમાં ફેરફાર કરવા અગાઉ 12 જૂનના છ કલાકનો મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો. હવે આ કામ ડાઉન લાઈનમાં હાથમાં લેવામાં આવવાનું છે, તેથી 15 દિવસ માટે હાર્બર લાઈનમાં ડાઉન દિશામાં ટ્રેન  માહીમ થોભશે નહીં.

આ કામ ચાલશે એ દરમિયાન 15 દિવસ માટે માહિમના પ્રવાસીઓને બાંદરા થી રીટર્ન પ્રવાસ કરવાની છૂટ મળશે એવી જાહેરાત વેસ્ટર્ન રેલવે કરી છે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *