News Continuous Bureau | Mumbai
જુલાઈ મહિનાના પહેલા પખવાડિયામાં મુંબઈમાં મુશળધાર વરસા(Heavy Rainfall) પડ્યો હતો. તો જુલાઈમાં લગભગ સાત દિવસ દરિયામાં મોટી ભરતી(High tide) હતી. એ સમયે મોજા 4.70 મીટરથી પણ ઊંચા ઊછળ્યા હતા. આ તોફાની દરિયાઈ મોજાઓની(ocean waves) થપાટમાં જોકે મુંબઈના દાદરમાં(Dadar) આવેલી શિવાજી પાર્ક ચોપાટી(Shivaji Park chowpatty) પરના વીજળીના થાંભલાઓ(Electric poles) ઉખડી પડયા હતા.
મુંબઈની ચોપાટીઓ પર ઇલેક્ટ્રિક લાઇટિંગ(Electric lighting) કરવા માટે બે વર્ષ પહેલા ઈલેક્ટ્રીક પોલ(Electric pole) લગાવવાનો નિર્ણય લેવાયો હતો. તે મુજબ દાદર ચોપાટી પર 80 જેટલા વીજળીના થાંભલા લગાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં બેસાડવામાં આવેલા વીજળી થાંભલામાંથી બે થાંભલા છેલ્લા કેટલાક દિવસો અગાઉ પડી ગયા હતા, જેના કારણે તમામ થાંભલાઓની સ્થિરતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા થયા છે. હવે તમામ થાંભલાનું સ્ટ્રકચરલ ઓડિટ(Structural Audit) કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. દરમિયાન, બંને થાંભલાઓ નવેસરથી ઊભા કરવામાં આવી રહ્યા છે, છતાં બાકીના તમામ થાંભલાઓ ઊભા રહેશે કે કેમ તે અંગે શંકા ઉભી થઈ છે.
બે વર્ષ પહેલા દાદરથી માહિમ ચોપાટી(Mahim chowpatty) સુધીના વિસ્તારમાં સઘન ઈલેક્ટ્રીક લાઈટો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 1.3 કિમી વિસ્તારમાં 80 થી 90 જેટલા ઈલેક્ટ્રીક પોલ લગાવવામાં આવ્યા હતા. આ માટે લગભગ દોઢ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ થાંભલાઓને બેસાડવાનું કામ ગત ચોમાસા દરમિયાન પૂર્ણ થયું હતું. પરંતુ આ થાંભલાઓ પૈકી ઈન્દુ મિલની(Indu Mill) પાછળ આવેલી ચોપાટી પરના બે વીજ થાંભલા આઠ-દસ દિવસથી ભારે વરસાદ દરમિયાન ઉછળતા દરિયાના મોજાની સીધી અસરને કારણે ધરાશાયી થઈ ગયા હતા. આથી આ વીજ થાંભલા દરિયાના મોજા સામે ટકી શકવા સક્ષમ ન હોવાનું બહાર આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ – કોંગ્રેસના કાર્યકરોએ મુંબઈમાં આ સ્ટેશન પર ટ્રેન રોકવાનો કર્યો પ્રયાસ- જુઓ વિડીયો જાણો વિગતે
આ થાંભલાઓ મહાનગરપાલિકા(BMC) દ્વારા યોગ્ય રીતે ફાઉન્ડેશન ભરીને ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ આ થાંભલાઓનું બાંધકામ(Construction) નબળું હોવાથી દરિયાની રેતીના ધોવાણને કારણે મોટા મોજા સામે ટકી ન શકવાને કારણે થાંભલા પડી ગયા હોવાનું કહેવાય છે. જેથી ઉભા કરાયેલા તમામ થાંભલાઓની સ્થિરતા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભો થયો છે.
મુંબઈ મહાનગરપાલિકાના મિકેનિકલ(Mechanical) અને ઇલેક્ટ્રિકલ વિભાગ(Electrical Department) વતી કોન્ટ્રાક્ટરની નિમણૂક કરીને આ થાંભલા ઊભા કરવામાં આવ્યા હતા. અગાઉના ચોમાસામાં(Monsoon) કોઈ અસર થઈ નહોતી. પરંતુ આ ચોમાસા દરમિયાન બે પોલ પડી જવાના કારણે આ વિસ્તારમાં વીજળીના અભાવે અંધારપટ છવાઈ ગયો છે.