187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે મુંબઈના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
એટલે કે છેલ્લા દસ વર્ષમાં મુંબઈમાં સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ નોંધાયો છે.
હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગો ખાસ કરીને પુણે અને નાસિકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે.
સાથે જ મુંબઈમાં આગામી કેટલાક દિવસો સુધી તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું છે.
કચ્છી સમાજનું ગૌરવ, માટુંગાના આ ચોકને મળશે ક્ચ્છી સમાજના અગ્રણી ‘હિરજી ભોજરાજ ગાલા’નું નામ; જાણો વિગત
You Might Be Interested In