Site icon News Continuous Bureau | Mumbai

 મલાડની ICSE શાળાની ગુંડાગીરી, ફી નહીં ભરો તો રિપોર્ટ કાર્ડ નહીં મળે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

શાળાઓની ગુંડાગીરી હવે વધવા માંડી છે. તમામ નિયમ અને કાયદાઓ નેવે મૂકીને તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમી રહ્યા છે. મલાડ પૂર્વમાં આવેલી એક ICSE શાળાએ પોતાના એ વિદ્યાર્થીઓને રીઝલ્ટ આપવાથી ઇનકાર કરી દીધો છે જેમણે ફી ભરી નથી. આ ઉપરાંત ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન શાળામાંથી પણ બહાર કાઢી મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સરકારનો કાયદો બહુ સ્પષ્ટ છે કે કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીના ભણતરને અસર ન થવી જોઈએ. આ ઉપરાંત આઠમા ધોરણ સુધી કોઇપણ વિદ્યાર્થી નું પ્રમોશન અટકાવી ન શકાય. પરંતુ સરકારી પ્લોટ પર બની બેઠેલી ગેરકાયદેસર નિયમો થી ચાલતી શાળાઓ સરકારના કાયદાઓને ઘોળીને પી ગઈ છે. દુઃખની વાત એ છે કે સ્થાનિક નેતાઓ આ શાળાની સામે કોઈ અવાજ ઉંચકતા નથી કારણ કે ચુંટણી દરમિયાન આ શાળાઓ તેમને ડોનેશન આપે છે. આ ઉપરાંત પોલીટીશ્યનના પત્ર ઉપર સ્કૂલમાં એડમિશન થતા હોય છે. આથી સ્કૂલની ગુંડાગીરી બરકરાર રહે છે.

અરેરેરે!! કોરોના ની રસીના અડધો કરોડ ડોઝ વેડફાયા…
 

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version