ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ચાલી રહેલી આશરે ૧૨ લાખ જેટલી રિક્ષાઓને વળતર આપવાની જાહેરાત કરતાં ટેક્સી માલિકો ગીન્નાયા છે. ટેક્સી માલિકો નું કહેવું છે કે રિક્ષામાં બે વ્યક્તિઓને બેસવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રત્યેક રીક્ષાવાળાને 1500 રૂપિયાનું વળતર આપવામાં આવશે. બીજી તરફ ટેક્સીમાં પણ માત્ર બે જણાની બેસવાની પરવાનગી અપાય છે. આ ઉપરાંત ટેક્સી માલિકો ને કોઈ વળતર અપાયું નથી.
બોમ્બે ટેક્સી મેન યુનીયને અને સરકારના પગલાંઓ સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મોટાભાગના ટેક્સી માલિકો પર પ્રાંતિય હોવાને કારણે સરકારે વહાલા દવલાની નીતિ અપનાવી છે.
કોરોના ના કારણે હવે શું દર રોજ લાખો કેસ નોંધાશે? હજારોના મૃત્યુ થશે? જાણો શું કહે છે એનાલીસ્ટ.
આમ વળતરના મામલે રીક્ષા વિરુદ્ધ ટેક્સી યુનિયન આવી ગયું છે.