News Continuous Bureau | Mumbai
વારંવારની ચેતવણી અને નોટિસ બાદ પણ હોસ્પિટલ(Hospital)માં ફાયર સેફ્ટીના નિયમો(Fire safety rule)નું ઉલ્લંઘન કરવાનું ખાનગી હોસ્પિટલને(Private Hospital) ભારે પડવાનું છે. મુંબઈ(Mumbai)ની 24 ખાનગી હોસ્પિટલના ફાયરબ્રિગેડે(Fire brigade) નોટિસ મોકલી છે. 120 દિવસમાં નિયમોનું પાલન નહીં કર્યું તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવાની છે.
મુંબઈની આ 24 હોસ્પિટલ જો તેને આપેલી મુદતમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ તો તેનું લાયસન્સ(License) જપ્ત થઈ શકે છે એવું મુંબઈ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : વિના કારણે હોર્ન વગાડનારા આટલા લોકોને મુંબઈ ટ્રાફિકે પોલીસે દંડયા. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં(Bhandara District) ગયા વર્ષે જાન્યુઆરીમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 જેટલા બાળકો હોમાઈ ગયા હતા. ત્યારબાદ મુંબઈ(Mumbai)ના ભાંડુપમાં ડ્રિમ મોલમાં કોરોનાનો દર્દીની સારવાર કરનારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 11ના મોત થયા હતા. તેને પગલે મુંબઈની હોસ્પિટલો ફાયરબ્રિગેડના રડારમાં આવી ગઈ હતી. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારી 663 હોસ્પિટલને મુંબઈ ફાયરબ્રિગેડે નોટિસ ફટકારીને મુદત આપી હતી. તેમાંથી 639 હોસ્પિટલોને ફાયર સેફ્ટીના નિયનોને અમલમાં લાવી ચૂકી છે. પરંતુ હજી પણ 24 હોસ્પિટલોએ તેની અમલ બજવણી કરી નથી.