News Continuous Bureau | Mumbai
જો તમે પર્યાવરણના ચાહક(environmental lover) છો અને જુદા જુદા પક્ષીઓને(Birds) માણવાની તક છોડતા નથી. તો 14 મે, 2022ના નવી મુંબઈમાં(Navi mumbai) પહોંચી જજો. નવી મુંબઈમાં પર્યાવરણવાદીઓએ 14 મેના રોજ વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ (World Migratory Bird Day) નિમિત્તે ફ્લેમિંગો ફેસ્ટિવલ(Flamingo festival) યોજવાનું નક્કી કર્યું છે.
દિવસેને દિવસે પર્યાવરણની સાથે જ પશુ-પક્ષીઓના અસ્તિત્વ સામે પણ જોખમ નિર્માણ થયું છે. તેથી, વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ વર્ષમાં બે વખત મે અને સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.
મુંબઈમાં પર્યાવરણના ચાહકો ફ્લેમિંગો ફેસ્ટિવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુલાબી કલરના આ પક્ષીઓ મોટી સંખ્યામાં ટોળાને ટોળા વિદેશથી ઉડીને ખાસ અમુક મહિના ભારત ખાસ કરીને નવી મુંબઈના કિનારપટ્ટી પર આવતા હોય છે. ટોળામાં રહેલા ગુલાબી પક્ષોને જોવાનો પણ એક લ્હાવો હોય છે.
આ સમાચાર પણ વાંચો : અરેરેરે.. નવી મુંબઈવાસીઓનું એસી લોકલનું સુખ છીનવાયું. હાર્બર લાઈનમાં એસી લોકલ થશે બંધ. જાણો વિગતે.
આ વર્ષે આ ફેસ્ટિવલ નેરુલમાં(Nerul) ડીપીએસ(DPS) સરોસર ખાતે યોજાશે. આ કાર્યક્રમ બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. આ ફેસ્ટિવલ BNHS, નવી મુંબઈ મહાનગરપાલિકા(BMC), મહારાષ્ટ્ર મેન્ગ્રોવ ફાઉન્ડેશન(Maharashtra Mangrove foundation), ગોદરેજ મેન્ગ્રોવ ફાઉન્ડેશન(godrej mangrove foundation), એક્સટર્નલ એક્ટિવિટીઝ એસોસિએશન વન્ડરિંગ સોલ્સ, નિકોન અને દિલ્હી પબ્લિક સ્કૂલના સહયોગથી યોજાશે, જે 139 વર્ષથી પ્રકૃતિ સંશોધનમાં કામ કરી રહી છે.