News Continuous Bureau | Mumbai
હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા અમરાવતીની અપક્ષ સાંસદ નવનીત રાણા(Amravati MP Navneet Rana) ના ઘરેથી સતત બીજા દિવસે પાલિકાની ટીમ ખાલી હાથે ફરી હતી. રાણા દંપતીના ખાર(Khar residence)માં આવેલા ઘરમાં તાળું લાગેલું હોવાથી ગેરકાયદે બાંધકામના નિરીક્ષણ માટે ગયેલી પાલિકા(BMC team)ની એચ-પશ્ચિમ વોર્ડની ટીમ હવે આવતા અઠવાડિયે તેમના ઘરે ઈન્સ્પેક્શન માટે જવાની છે.
સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાના ખાર (પશ્ચિમ) માં ૧૪માં રોડ ‘લાવી’ બિલ્ડિંગમાં આઠમાં માળા પરના ઘરમાં ગેરકાયદે બાંધકામ હોવાની ફરિયાદ આવી હતી. ત્યાર બાદ એચ-પશ્ચિમ વોર્ડ દ્વારા તેમને બીજી મે, ૨૦૨૨ના નોટિસ ફટકારવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : જેલમાંથી જામીન પર છૂટીને આ સાંસદ સીધા હોસ્પિટલ ભેગા થયા.જાણો વિગતે.
પાલિકાની એચ-પશ્ચિમ વોર્ડના બિલ્ડિંગ એન્ડ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની ટીમ છેલ્લા બે દિવસથી રાણા દંપતીના ઘરની મુલાકાત લઈ રહી છે, પરંતુ બુધવારની માફક સતત બીજા દિવસે ગુરુવારે પણ તેમને ઘરની બહાર તાળું મારેલું મળી આવ્યું હતું. મળેલ માહિતી મુજબ રાણા દંપતીએ પાલિકા પાસે થોડા દિવસની મુદત માંગી છે. તેથી પાલિકા(BMC)એ તેમના ઘરનું ઈન્સ્પેક્શન(Inspection team) થોડા દિવસ માટે રોકાવા તૈયાર થઈ હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે(Mumbai police) ૨૩ એપ્રિલના રાણા દંપતીની રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડી(judicial custody)માં હતાં. બુધવારે કોર્ટે દંપતીને શરતી જામીન આપ્યા હતા અને ત્યાર બાદ ગુરુવારે તેઓ જેલની બહાર આવ્યાં હતાં. જોકે નવનીત રાણાની તબિયત ખરાબ થતા તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.