News Continuous Bureau | Mumbai
અમરાવતીની અપક્ષ સાંસદ નવનીત રાણા(Amravati MP Navneet Rana and MLA Ravi Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાના ખાર(Mumbai Khar)મા આવેલા ઘરે 10 ઠેકાણે ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. આ બાંધકામ સાત દિવસમાં હટાવો અન્ય પગલાં લેવામાં આવશે એવી નોટિસ મુંબઈ મહાનગર પાલિકા(BMC)ની એચ-પશ્ચિમ વોર્ડ રાણા દંપતીને આપી છે.
સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રાણાના ખાર (પશ્ચિમ)માં ૧૪માં રોડ ‘લાવી’ બિલ્ડિંગમાં આઠમાં માળા પર ફ્લેટ નંબર 412માં ગેરકાયદે બાંધકામ હોવાની ફરિયાદ આવી હતી. આ ફ્લેટમાં પાલિકાની મંજૂરી નહીં લેતા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાથી પાલિકાની એચ-પશ્ચિમ વોર્ડની ટીમ દ્વારા સોમવારે તેમના ઘરમાં ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો :દુકાનોના નામના પાટિયાના લઈને આ પ્રધાને આપી ચેતવણી, કહ્યું- મુદતમાં નામ બદલો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.. જાણો વિગતે.
પાલિકાની એચ-પશ્ચિમ વોર્ડના બિલ્ડિંગ એન્ડ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટની ટીમને દંપતીએ મૂળ પ્લાનમાં ફેરફાર કરીને ઘરમાં 10 ઠેકાણે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું જણાયું હતું. મંગળવારે પાલિકાએ તેમને નોટિસ મોકલી હતી.
નોટિસમાં કહેવા મુજબ 10 જગ્યાએ ફેરફાર કર્યા છે, જેમાં લિફ્ટ પાસેથી ખુલ્લી જગ્યાને ફ્લેટમાં લઈને ત્યાં ટોઈલેટ બાંધવામાં આવ્યું છે. કિચનમાં પૂજાના રૂમનો સમાવેશ કરીને બાકીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ હોલ તરીકે કરવામાં આવે છે. લોબની ઉપયોગ ઘરના કામ માટે કરવામાં આવે છે. હોલના બે ભાગ કરીને એક હોલને અને બીજો ભાગ બેડરૂમ સાથે જોડી દેવામાં આવ્યો છે. બાલ્કનીને બેડરૂમ અને કિચન સાથે જોડી દેવામાં આવી છે.
