અરબ સાગરમાં ONGC ના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ- 3 કર્મચારી સહિત આટલા લોકોનાં નિપજ્યા મોત

by Dr. Mayur Parikh
Indian Navy ALH, on a routine sortie off Mumbai, ditched close to the coast.

News Continuous Bureau | Mumbai 

ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના(Oil and Natural Gas Corporation Ltd.) હેલિકોપ્ટર(helicopter) નું મુંબઈ નજીક અરબી સમુદ્રમાં(Arabian Sea) ઈમરજન્સી લેન્ડિંગ(Emergency landing) કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરમાં સવાર 9 લોકોમાં 6 લોકો ONGCના કર્મચારીઓ હતા. આ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 4 લોકોનાં મોત થયાં છે જેમાં 3 ONGCના કર્મચારીઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. 

ONGC દ્વારા આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ 9 લોકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે મુંબઈ બેઝ ઉપર ચાર લોકોને બેભાન હાલતમાં લવાયા હતા, તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,જ્યાં તેઓ જીવન સામેનો જંગ હારી ગયા હતા.

મીડિયા અહેવાલ મુજબ આ હેલિકોપ્ટરમાં ONGCના કર્મચારીઓને(Employees) લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ફ્લોટર્સનો(Floaters) ઉપયોગ કરીને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ(Emergency landing) કરવાની ફરજ પડી હતી. મુંબઈથી 50 નોટીકલ માઈલ(Nautical miles) દૂર દરિયામાં આ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાગર કિરણ રિગથી(Sagar Kiran Rig) એક બોટ હેલિકોપ્ટરમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવા માટે આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  આ વર્ષે પણ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી ગણપતિની મૂર્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે-બોમ્બે હાઇકોર્ટે અરજી ફગાવી- જાણો શું છે સમગ્ર મામલો 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment