Site icon

વાહ!! ગોરેગામથી-મુલુંડ ફક્ત માત્ર 20 મિનિટમાં પહોંચાશે, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરનું અંતર ઘટશે BMCની આ યોજનાથી, ખર્ચશે આટલા કરોડ રૂપિયા.

Mumbai’s Next Big Infa Project To Cut Down Travel Time to Kharghar by 30 Minutes Through A Tunnel

મુંબઈ-થાણેથી ખારઘર સુધીની મુસાફરી હવે થશે સરળ, માત્ર 30 મિનિટમાં જ કપાશે અંતર.. જાણો શું છે માસ્ટર પ્લાન..

News Continuous Bureau | Mumbai 

મુંબઈની ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલ મુંબઈગરા માટે મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડની સાથે જ ગોરેગામ-મુલુંડ લિંક રોડ બાંધી રહી છે. આ લિંક રોડ બંધાઈ ગયા બાદ પૂર્વ અને પશ્ચિમ ઉપનગર વચ્ચેનું એક કલાકનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાશે.

Join Our WhatsApp Community

હાલ મુલુંડથી ગોરેગામ જતા ઓછામાં ઓછો એક કલાકનો સમય લાગે છે. અમુક સમયે પીકઅવર્સમાં તેનાથી પણ વધુ સમય જતો હોય છે. જોકે BMC પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને જોડતો વધુ એક લિંક રોડ બાંધી રહી છે, જેને કારણે એક કલાકને બદલે મુલુંડથી ગોરેગામ 20 મિનિટમાં પહોંચી જવાશે. 

આ સમાચાર પણ વાંચો :કોંગ્રેસને મોડે મોડે જ્ઞાન લાદ્યુ… પાંચ રાજ્યોની ચૂંટણીમાં ધબડકા બાદ BMCની ચૂંટણી માટે કોંગ્રેસનો શિવસેના સાથે યુતિ કરવા મરણિયો પ્રયાસ; જાણો વિગતે

ગોરેગામ-મુલુંડ વચ્ચે બંધાઈ રહેલા 12.20 કિલોમીટર લાબા અને 45.70 મીટર પહોળા લિંક રોડના બાંધકામ પાછળ પાલિકા 8,137 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. લિંક રોડ માટે પાલિકાએ 2022-23ના બજેટમાં 13,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત બે ફ્લાયઓવર અને એક ટનલનું કામ ચાર વર્ષમાં પૂરું થયું બાદ તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે. આ લિંક રોડમાં બે ટનલ બાંધવામાં આવવાની છે, એક ટનલ ગોરેમામ ફિલ્મ સીટીની નીચેથી તો બીજી ટનલ બોરીવલીમા નેશનલ પાર્ક નીચેથી નીકળવાની છે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version