Site icon

વાહ!! આખરે બોરીવલીમાં આવેલી સાંસ્કૃતિક ધરોહરનું થશે સંરક્ષણઃ ઉત્તર મુંબઈની સાંસદની મહેનત રંગ લાવી. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ(Gopal sheety) આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના(Archaeological Department) સુપ્રીટેન્ડન્ટ સાથે બોરીવલી માં(Borivali) આવેલી મંડપેશ્વર ગુફાઓની(Mandapeshwar Caves) મુલાકાત લીધી હતી. આ  દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી અને આ ગુફાના સંરક્ષણને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ(Ancient Indian culture) અને વારસામાં મળેલી સાંસ્કૃતિક ધરોહર બોરીવલીની મંડપેશ્વર ગુફાના સંરક્ષણ અને તેના જતન માટે સાંસદ ગોપાલ શેટ્ટી સતત પ્રયાસ કરતા આવ્યા છે.  ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના(Atal Bihari Vajpayee) કાર્યકાળ દરમિયાન તત્કાલિન મંત્રી શ્રી અનંત કુમારે (Aanant kumar)વર્ષ 2000માં બોરીવલીની પ્રખ્યાત  મંડપેશ્વર ગુફાની મુલાકાત લીધી હતી. તે સમયે ગોપાલ શેટ્ટી નગરસેવક હતા, ત્યારબાદ ધારાસભ્ય અને આજે સાંસદ તરીકે તેઓ 17 માર્ચ, 2022 ના રોજ લોકસભામાં મુંબઈની ગુફાઓ અંગે પ્રશ્નો અને સૂચનો ઉઠાવ્યા હતા.

તાજેતરમાં આર્કિયોલોજીકલ (પુરાતત્વ )ડિપાર્ટમેન્ટના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાજેન્દ્ર યાદવે(rajendra yadav) ગોપાલ શેટ્ટી સાથે મંડપેશ્ર્વર ગુફાની મુલાકાત લીધી હતી, એ દરમિયાન તેમણે સંરક્ષણ, વિકાસ અને જાળવણી વિશે ગોપાલ શેટ્ટીને માહિતી આપી હતી. આ અવસર પર ગોપાલ શેટ્ટીએ સમગ્ર હિંદુ સમુદાયને(Hindu community) અપીલ કરી હતી  તેઓ એક સાથે આવે અને 8મી સદીની આ ગુફા અને પ્રાચીન શિવ મંદિર પુનઃ સ્થાપિત અને સુંદર બનાવવામાં મદદ કરે.

આ સમાચાર પણ વાંચો :  બોરીવલી સ્ટેશનની બહાર કાયદાની ઐસી કી તૈસી. દિવસ-રાત ફેરિયાઓનો અડ્ડો. જુઓ ફોટા… શું કરે છે મહાનગરપાલિકા?

ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે કે આ ગુફા જે એક પ્રાચીન શિવ મંદિર છે, તેમાં શિવની ચંદ્રપ્રકાશની મૂર્તિ હતી, મેં મારા પૂર્વજો પાસેથી આ સાંભળ્યું છે. સામાજિક દુષણોને કારણે ખોવાઈ ગયેલી શિવની ચાંદીની પ્રતિમાને પુનઃસ્થાપિત કરીશું તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી. સ્થાનિક ધારાસભ્ય મનીષા ચૌધરીએ મંડપેશ્વર ગુફાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના મુદ્દે ડૉ. રાજેન્દ્ર યાદવ સાથે ચર્ચા કરી હતી. ધાર્મિક અને અસામાજિક તત્વોના અતિક્રમણથી આ પવિત્ર પ્રાચીન ગુફાને ખૂબ જ નુકસાન થયું હોવાનું પણ તેમણે આ વખતે કહ્યું હતું.

સાંસદ ગોપાલ શેટ્ટીએ આ દરમિયાન માહિતી આપી હતી કે પ્રાચીન ગુફાઓમાં રહેલા કુવાઓ અને જળાશયોને પુનર્જીવિત કરવા માટે અમૃત સરોવર યોજના હેઠળ કાન્હેરી ગુફામાં સ્થિત કુદરતી કુંડનું પુનઃનિર્માણ અને સંરક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version