Site icon

મેટ્રોના મુસાફરો માટે ફૂટપાથ પહોળા કરવામાં આવ્યા, હવે ત્યાં ફેરિયાઓ અડ્ડો જમાવે છે, જુઓ વિડિઓ જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાની સુવિધા અને આરામદાયક પ્રવાસ માટે મેટ્રો-સાત અને મેટ્રો- 2એ  ચાલુ કરવામાં આવી છે. મેટ્રો ચાલુ થવાની સાથે જ દહિસરથી અંધેરી અને આરે કોલોની વચ્ચે ફૂટપાથને પહોળી કરવામાં આવી છે. પરંતુ આ હવે પહોળી કરેલી ફૂટપાથ પર ફેરિયાઓએ અંડિગો જમાવાનું ચાલુ કરી દીધું છે. 

Join Our WhatsApp Community

મુંબઈની મોટાભાગની ફૂટપાથ અને ફૂટ ઓવરબ્રિજ પર ગેરકાયદે રીતે ફેરિયાઓએ અતિક્રમણ કરી નાખ્યું છે. પોલીસ અને પાલિકાના ભ્રષ્ટ અઘિકારી અને કર્મચારીઓની રહેમનજર હેઠળ ફેરિયાઓ રસ્તા અને ફૂટપાથ સુદ્ધા છોડી નથી.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વર્સિસ નમાઝ: કોલાબામાં સમાજવાદી પાર્ટીની પોસ્ટરબાજી.. જાણો વિગતે

તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી બે નવી મેટ્રો લાઈનને કારણે રસ્તા પર પ્રવાસીઓની સંખ્યા પણ વધવાની છે. ખાસ કરીને મેટ્રો સ્ટેશન પર પ્રવાસીઓને નીચે ઉતરશે એ સાથે જ તેમની ભીડ થશે. તેથી તેમને ચાલવા માટે સ્ટેશનો પાસેથી ફૂટપાથ પહોળી કરવાની સાથે તેનું સુશોભીકરણ પણ કરવામાં આવ્યું છે. જોકે  અનેક જગ્યાએ ફૂટપાથ પર ફેરિયોએ કબજો જમાવી દીધો હોવાનું જણાઈ આવ્યું છે. 

 

 

સોશિયલ મીડિયા ટ્વીટર પર તાજેતરમાં  જાગૃત નાગરિક દ્વારા અપર દહીસર મેટ્રો સ્ટેશન બહારની ફૂટપાથના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં ફૂટપાથ પર ખાવા-પીવાના સ્ટોલ લગાવી દીધા હોવાનું જણાયું હતું.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version