ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
ઉત્તર પ્રદેશના લખીમપૂરમાં ખેડૂતની હત્યાનો વિરોધ કરવા માટે મહારાષ્ટ્રમાં 11 ઓક્ટોબરના બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ બંધ મહારાષ્ટ્ર સરકાર પ્રેરીત હતો. તેથી તેના વિરોધમાં રીટાયર્ડ પ્રશાસકીય અધિકારી અને પોલીસ અધિકારીએ બોમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી હતી. કોર્ટે સરકારને 31 જાન્યુઆરી સુધી જવાબ આપવાનો આદેશ આપ્યો છે.
શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા બંધને કારણે મહારાષ્ટ્રને 3 હજાર કરોડ રૂપિયાનુ નુકસાન થયું હોવાનું આ અરજીમાં કહેવામાં આવ્યું છે. આ બંધ ગેરકાયદેસર હતો એવું કોર્ટે જાહેર કરવું જોઈએ અને જે નુકસાન થયું હતું, તેનું વળતર આ રાજકીય પક્ષો પાસેથી વસુલ કરવો એવી માગણી આ અરજીમાં કરવામાં આવી છે.
આ બંધને કારણે નાગરિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. તમામ વ્યવહાર ઠપ્પ થઈ ગયા હતા. સામાન્ય નાગરિકોને મૂળભૂત અધિકારોનું હનન થયું હતું. તેથી બંધને કારણે જે નુકસાન થયું તે મહાવિકાસ આઘાડી સરકાર પાસેથી વસૂલો એવો આદેશ કોર્ટ આપે એવી માગણી આ અરજીમાં કરવામાં આવી છે.
સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ આટલી વધારાની એસી ચેર કાર સીટ સાથે દોડશે જાણો વિગત
ભૂતપૂર્વ પોલીસ અધિકારી જ્યુલિયો રિબેરો અને ભૂતપૂર્વ પ્રશાસકીય અધિકારી ડી.એમસ.સુથનકરે સહિત ચાર અધિકારીઓએ કોર્ટમાં અરજી કરી હતી.