Site icon

News country news exclusive : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બેડ ની અછત છે. જ્યારે બીજી તરફ રેલવેએ બનાવેલી પાટા પર ની હોસ્પિટલ ધૂળ ખાય છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના ને કારણે બેડની તીવ્ર અછત વર્તાઈ રહી છે. હોસ્પિટલના બિછાના ઓછા પડ્યા છે. અમુક જગ્યાએ એવા દ્રશ્યો જોવા મળ્યા છે જ્યારે લોકો હોસ્પિટલના આંગણામાં બેસીને સારવાર લઇ રહ્યા છે. તો ક્યાંક ઝાડની છે અને કારખાનામાં પણ સારવાર લઈ રહેલા લોકો નજરે પડે છે.

બીજી તરફ ભારત સરકાર દ્વારા વિશેષ પ્રયાસ રૂપે બનાવવામાં આવેલી ટ્રેન હોસ્પિટલ અત્યારે યાર્ડમાં ધૂળ ખાય છે. વાત એમ છે કે ગત વર્ષે ભારત સરકારે એક નવતર પ્રયોગ શરૂ કરીને રેલવેના ડબ્બા ને હોસ્પિટલમાં તબદીલ કર્યા હતા. આખા દેશમાં આવા 5100 ડબ્બાઓ તૈયાર પડયા છે. દરેક ડબ્બામાં 25 લોકોને સારવાર આપી શકાય તેમ છે. આમ 125000 લોકોની મેડિકલ સુવિધા ટ્રેનમાં થઈ શકે તેમ છે.

News continuous exclusive : સોમવારથી દુકાનો ખુલ્લી રાખવી કે નહીં? આ સંદર્ભે સરકારે આપ્યો છે આ જવાબ.

પશ્ચિમ રેલવે પાસે આવા 400 કોચ તૈયાર પડયા છે. જે ગુજરાત અને મહારાષ્ટ્ર ગમે ત્યારે કામ લાગી શકે તેમ છે. આ પ્રમાણે મુંબઈ શહેરમાં 128 ડબ્બા હોસ્પિટલ બનીને તૈયાર પડયા છે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ. આ રેક બન્યા પછી  અત્યાર સુધી કોઈ પણ સરકારે તેનો લાભ લીધો નથી. રેલવે પ્રશાસન આ ચાલતી ફરતી હોસ્પિટલને ૨૪ કલાકમાં ગમે તે સ્થળ પર પહોંચાડી શકે છે. તેઓને માત્ર આ ડબ્બા સાફ કરવાની અને સેનેટાઇઝ કરવાની જરૂર છે. 

આમ એક તરફ અલગ અલગ રાજ્યની સરકારો ને ફેસીલીટી ની જરૂર છે ત્યારે બીજી તરફ છેલ્લા એક વર્ષથી રેલવે દ્વારા પાટા પર બનેલી હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ ધૂળ ખાતી પડી છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version