ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મુંબઈ શહેરમાં કોરોનાની બીજી લહેર ઝૂંપડપટ્ટી નહીં, પરંતુ ઇમારતોમાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે જણાયું હતું કે ઊંચી ઇમારતોમાં રહેનાર લોકોની ઇમ્યુનિટી ઝૂંપડપટ્ટીના લોકો કરતાં નબળી છે.
જોકે હવે પરિસ્થિતિ પૂર્ણપણે બદલાઈ ચૂકી છે. ઊંચી ઇમારતમાં રહેનાર લોકોની ઇમ્યુનિટી એકાએક મજબૂત બની છે. પરિણામ સ્વરૂપ ૨૪મી એપ્રિલના દિવસે મુંબઈ શહેરમાં 1211 ઇમારતોને સીલ કરવામાં આવી હતી. હવે સીલ થયેલી ઇમારતોની સંખ્યા માત્ર 377 છે.
લકી અલી પછી હવે પરેશ રાવલના મૃત્યુની અફવા ઊડી, પરેશ રાવલે આપ્યો મજાકિયો જવાબ
આ ઉપરાંત સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ચાર ગણા દર્દીઓ ઊંચી ઇમારતોમાં રહે છે.
આનાથી વિપરીત ઝૂંપડપટ્ટીમાં હવે કોરોના મર્યાદામાં આવી ગયો છે, પરંતુ લોકોની ઇમ્યુનિટી પહેલાં કરતાં નબળી થઈ છે. જેને કારણે તાજા થનાર દર્દીઓની સંખ્યા માત્ર દોઢ ગણી ઓછી થઈ છે.
એટલે કે મુંબઈ શહેરમાં ઇમારતોમાં રહેનાર લોકોની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો હોવાને કારણે મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવશે.