ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમને ધ્યાનમા રાખીને મુંબઈની પ્રાથમિક શાળા ફરી શરૂ કરવાનું 15 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામા આવ્યું હતું. હવે જોકે મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ અધિકારીએ આવતી કાલથી મુંબઈની પ્રાથમિક શાળાઓ ફરી ચાલુ કરવાનાનો નિર્દેશ આપ્યો છે. જોકે સ્કૂલને લઈને હજી સુધી સ્કૂલ તરફથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાથી પોતાના બાળકોને બુધવાર 15 ડિસેમ્બરથી સ્કૂલ મોકલવાને લઈને વાલીઓ મૂંઝવણમાં છે.
રાજયમાં ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈની પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવાને લગતો નિર્ણય સ્થાનિક પ્રશાસન પર નાખવામાં આવ્યો છે. તેથી પાલિકાએ 30 નવેમ્બરના દિવસે 15 ડિસેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોના પ્રતિબંધક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
મુંબઈના આ વિસ્તારમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગ લિફ્ટ થઇ ધરાશાયી, 5 ઘાયલ; જાણો વિગતે
પાલિકના શિક્ષણ અધિકારી રાજુ તડવીના કહેવા મુજબ તમામ ઓફિસ અને કોલેજ ચાલુ થઈ ગઈ છે. તેથી કોવિડ લગતા નિયમોનું પાલન કરીને હવે સ્કૂલ ચાલુ કરવામાં પણ વાંધો ન હોવાનું પ્રશાસન નું માનવું છે. પાલિકાએ તમામ શાળાઓને 15 ડિસેમ્બરથી સ્કૂલ ચાલુ કરવાના પહેલા દિવસે તમામ તૈયારીઓ કરવાની સૂચના આપી દીધી છે. તે મુજબ આવતી કાલથી પહેલાથી સાતમા ધોરણની સ્કૂલ ચાલુ થશે.