ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈગરાની ચિંતા વધારે એવા ન્યુઝ છે. છેલ્લા સાત દિવસમાં મુંબઈમાં કોરોના કેસમાં સાત ગણો વધારો થયો છે. તેથી જો નાગરિકોએ બેદરકારી દાખવી અને કોરોના લગતા નિયમોનું સખ્તાઈ પૂર્વક પાલન નહીં કર્યુ તો બહુ જલદી તેની કિંમત ચૂકવવી પડશે એવી ચેતવણી મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આપી છે.
રાજ્યમાં 20 ડિસેમ્બરના સક્રિય કેસ 5,000થી 6,000 હતા.મંગળવાર 28 ડિસેમ્બરના આ આંકડો 11,492 પર પહોંચી ગયો હતો. તો બુધવાર સાંજ સુધીમાં આ આંકડો 20,000 પર પહોંચી શકે છે. મુંબઈની પરિસ્થિતિ પણ ગંભીર છે. 20 ડિસેમ્બરના મુંબઈમાં 300ની આસપાસ નવા કેસ નોંધાયા હતા, 28 ડિસેમ્બરના આ આંકડો 13,000 પર પહોંચી ગયો હતો. આજે સાંજ સુધીમાં આ આંકડો 2100ની આસપાસ જવાની શકયતા છે. એટલે કે સાત દિવસમાં કોરોનાના કેસમાં સાત ગણો વધારો થયો છે. જે મુંબઈ માટે જોખમની ચેતવણી છે.
મુંબઈના નગરસેવકોની સંખ્યા થશે 236, રાજ્યના વિધીમંડળે આપી આ મંજૂરી; જાણો વિગત
દિલ્હીમા ઘણા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. મોલ, લગ્ન સમારંભ વગેરે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં લોકોએ આ પરિસ્થિતિને ગંભીરતાથી નહી લીધી તો તેની મોટી કિંમત ચૂકવવી પડશે એવી ચેતવણી પણ રાજેશ ટોપેએ આપી હતી. જો કોરોનાને લગતા નિયમોનું પાલન નહીં કર્યું તો આગામી સમયમાં પ્રતિબંધો લાદવાની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે એવું પણ રાજેશ ટોપેએ કહ્યું હતું.
બુધવારે મુંબઈમાં 1377 કેસ નોંધાયા હતા, જે છેલ્લા 216 દિવસ બાદ સૌથી વધુ નોંધાયા છે. આ અગાઉ મુંબઈમાં 26 મે ના 1352 કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં 2172 કેસ નોંધાયા હતા, તેમાંથી સૌથી વધુ કેસ મુંબઈમાં નોંધાયા હતા. લગભગ 61 ટકા કેસ મુંબઈના હતા.