News Continuous Bureau | Mumbai
બેસ્ટ(BEST)ની બસ(Bus)માં ટિકિટ માટે કંડકટર(Conductor) સાથે છૂટા પૈસા(Loose money)ને લઈને થતી કડાકૂડ(Problem)થી છુટકારો થવાનો છે. પ્રવાસીઓને(Commuters) ટિકિટ (bus ticket)માટે હવે છૂટા પૈસા આપવાને બદલે કાર્ડ(Card service)ની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે. કંડક્ટર (Conductor)ને કાર્ડ આપવાની સાથે જ તે મશીન પર લગાડશે અને કાર્ડમાંથી પૈસા કપાઈ જશે અને ટિકિટ મળી જશે.
બેસ્ટ ઉપક્રમે(BEST Bus Transport) આજથી પ્રવાસીઓ માટે ‘ટૅપ ઈન ટૅપ આઉટ’(Tap in Tap out) સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આજે તેનું પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ હેઠળ બસમાં મશીન બેસાડવામાં આવશે, જેના પર કાર્ડ લગાડવાની સાથે જ ટિકિટના પૈસા કપાઈ જશે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન !ચોમાસામાં બે દિવસ ભારે રહેશે. 16 જૂન અને 15 જુલાઈના દરિયામાં મોટી ભરતી રહેશે. મોજાં ૪.૫૦ મીટરથી ઊંચા ઊછળશે. જાણો વિગતે
૧૦૦ ટકા ડિજિટલ ટેક્નોલૉજી(Digital Technology) આધારિત રહેલી ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ ભારત(India)માં સૌથી પ્રથમ બેસ્ટ ઉપક્રમે(BEST public Transport) ઉપલબ્ધ કરાવી હોવાનો બેસ્ટને દાવો કર્યો બેસ્ટની ‘ચલો સ્માર્ટ કાર્ડ’(Chalo Smart Card) અને ‘ચલો મોબાઈલ ઍપ’ દ્વારા પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે.