ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વિશે એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ત્રીજો સીરો સર્વે રિપોર્ટ શનિવારે બહાર પાડવામાં આવ્યો હતો. જેના સર્વેક્ષણમાં કુલ 10,197 લોકોના લોહીના નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 36.30% એટલે કે, 3702 સીરો પોઝિટિવ હોવાનું જાણમાં આવ્યું હતું અને તેમના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ હતી.

પબ્લિક હેલ્થ બાબતમાં એક્સપર્ટ વાહ આર્મીના એક પૂર્વ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, 'મુંબઈના 36.30% લોકોમાં વેક્સિન લીધા વગર એન્ટીબોડી નિર્માણ થવું એ એક ગંભીર બાબત છે. શક્ય છે કે જે લોકોના નમુનાના આધાર પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય તેમાંથી કેટલાકને કોરોના સંક્રમિત હોવાનું નિદાન પણ થયું ન હોય. સાથે શક્ય છે કે કેટલાક લોકોને કોરોના સંક્રમિત હોવાની ખબર પડી ગઈ હોય અને ઉપચાર બાદ તેઓ ઠીક થઈ ગયા હોય. એવી પણ સંભાવના છે કે, સર્વે મુજબ જે લોકો asymptomatic હતા તેમનાથી કદાચ જાણે-અજાણે બીજા લોકો કોરોના સંક્રમિત થયા હોય.'
મહારાષ્ટ્ર ના ટાસ્ક ફોર્સના અહેવાલ મુજબ, એક કોરોના પોઝિટિવ દર્દી સેંકડો લોકોને સંક્રમિત કરી શકે છે. પરંતુ સામાન્ય રીતે એક કોરોના સંક્રમિત વ્યક્તિ ઓછામાં ઓછા આઠ લોકોને ચેપ લગાડે જ છે. આમ પણ કોરોના સંક્રમણની ક્ષમતાની અસર કોરોનાવાયરસ વ્યક્તિના સંપર્કમાં કેટલા લોકો આવે છે તેના ઉપર નિર્ભર કરે છે.
જેટલા બરાડા પાડવા હોય તેટલા પાડો. ચૂંટણી તો મોદીજ જીતશે. જાણો અભિનેતા નું ટ્વીટ…
મુંબઈના હીરાનંદાની પરિસરમાં એક હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર,જે કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય અને ઘરની બહાર નીકળે તો તે એક દિવસમાં અંદાજે 15 થી 20 લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે.