News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai) સહિત આજુબાજુમાં સવારથી પડી રહેલા મુશળધાર વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન(Local Train)ને મોટા પ્રમાણમાં અસર પડી છે. વેસ્ટર્ન(Western), સેન્ટ્રલ(Central) અને હાર્બર લાઈન(Harbour line) એમ ત્રણે લાઈનની ટ્રેનો પંદરથી વીસ મિનિટ દોડી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : અંધેરી સબ-વે તરફ જનારા માટે મહત્વના સમાચાર- અહીં ભરાયા છે આટલા ફૂટ પાણી- જાણો વિગત
સવારથી સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા(Waterlogged) છે. મુંબઈના પડોશી શહેર થાણે(Thane), કલ્યાણ-ડોંબીવલી(Kalyan-Dombivali), વસઈ-વિરાર(Vasai-Virar), નવી મુંબઈ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન(Local Train)ને અસર થઈ છે.
સેન્ટ્રલ, હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનની ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી દોડી રહી હોવાનું ગર્વમેન્ટ રેલવે કંટ્રોલે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લ્યો આ સમાચાર- મુંબઈ શહેરને લઈને મોસમ વિભાગે આવી કરી છે આગાહી