News Continuous Bureau | Mumbai
પશ્ચિમ મુંબઈમાં(West Mumbai) ખાસ કરીને બોરીવલી(Borivali), દહીસરમાં(Dahisar) ઘરફોડી(Housebreaking) કરનારા બે ચોરટાઓને(Thieves) પકડી પાડવામાં પોલીસને સફળચા મળી છે. આ ટોળકીએ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 35 જેટલી ઘરફોડી કરી હોવાની ચોંકવનારી કબૂલાત કરી હતી.
બોરીવલી, દહીસર તથા કાંદીવલી(Kandivali) જેવા વિસ્તારમાં ચોરીના બનાવ વધી ગયા હોવાથી મુંબઈ પોલીસ કમિશનરે(Mumbai Police Commissioner) ખાસ ઝુંબેશ ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ નોર્થ રિજનલના(North Regional) આવતા પોલીસ સ્ટેશનો(Police station) દ્વારા પેટ્રોલિંગ(Patrolling) વધારી દેવામાં આવ્યું હતું. એ દરમિયાન ઝોન 11ના ડેપ્યુટી પોલીસ કમિશનરના નેજા હેઠળ બોરીવલી અને એમ.એચ.બી. પોલીસ(M.H.B. Police) સક્રિય થઈ ગઈ હતી. 17 મેના 2022ના રોજ એમ.એ.બી. પોલીસના ક્રાઈમ બ્રાન્ચની યુનિટે(Crime Branch unit) બોરીવલી(વેસ્ટ)મા(Borivali (West)) તળાવ પરિસર એક્સર ગામમાંથી બે શંકાસ્પદ લોકોન જણાતા તેમને રોકીને પૂછતાછ કરી હતી. બંને જણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેમનો પીછો કરીને પકડી પાડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસને મળી મોટી સફળતા, સોનાની દુકાનમાં લૂંટ કરતા પહેલા જ આટલા લૂંટારૂઓને ઝડપી પાડ્યા
પકડી પાડવામાં આવેલા આરોપીમાં ગાઝિયાબાદના(Ghaziabad) લોણી ગામનો 45 વર્ષનો યાસિન શૌકત અંસારી અને 44 વર્ષના દિલ્હીના ન્યુ શિલમપુરનો રહેવાસી જમિલ અહમદ મોહમ્મદ હુસેનનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસને સ્ક્રુ ડ્રાઇવર કટર, પાનો વગરે મળી આવ્યું હતું. પોલીસે તેમને પૂછપરછ કરતા ઉડાઉ જવાબ આપ્યો હતો. વધુ તપાસ દરમિયાન બંને જણે દહીસર, બોરીવલી સહિત મુંબઈના જુદા જુદા સ્થળ પર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસ કરતા તેમની સામે 35 ઘરફોડીના કેસ નોંધાયા હોવાનું પોલીસને જણાયું હતું.
પકડાયેલા આરોપીમાંથી એક એમ.એચ.બી. પોલીસની હદમાં પાંચ ઘરફોડી અને ચોરીની કબૂલાત કરી હતી. દહીસર ગાવઠણ, દહીસર (વેસ્ટ)માંથી પોલીસે તેમણે ચોરી કરેલી માલમત્તા કબ્જે કરી હતી. આરોપીઓ નવી મુંબઈ, થાણે, મુંબઈમાં અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.