Site icon

કોના બાપની દિવાળી? જીમખાના, ક્લબ અને સ્પોર્ટ કોમ્પલેક્સમાં વિધાનસભ્યોને મળશે મેમ્બરશીપ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં સરકારી જમીન પર ઊભા કરવામાં આવેલા ક્લબ, જીમખાના, સ્પોર્ટ્સ કોમ્પલેક્સનો એક રિપોર્ટ બનાવવામાં આવવાનો છે, જેમાં તેનો વિસ્તૃત રિપોર્ટ હશે. આ યાદી બનાવ્યા બાદ આ ક્લબ અને જીમખાનામાં વિધાનસભ્યોને નિયમ અનુસાર સભ્યો બનાવવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના અર્બન ડેવલપમેન્ટ પ્રધાન એકનાથ શિંદેએ વિધાનસભામાં કરી છે. 

Join Our WhatsApp Community

હાલ ચાલી રહેલા અધિવેશનમાં વિધાનસભ્ય સુનીલ શિંદે મુંબઈના સ્પોર્ટ્સ ક્લબ વગેરેમાં ચાલી રહેલી ગેરરીતી બાબતે સવાલ ઉપસ્થિત કર્યો હતો. તેના પર જવાબ આપતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે મોટાભાગના સ્પોર્ટ્સ ક્લબ અને જીમખાના સરકારી જમીન પર ઊભા કરવામાં આવ્યા છે.

 આ સમાચાર પણ વાંચો : ભાજપના હવે આ નેતાની મુસીબતમાં વધારો. ગેરકાયદે બાંધકામને લઈને BMCની મળી નોટિસ.. અધિકારીઓને ઇન્સ્પેકશનમાં જણાયું ગેરકાયદે બાંધકામ. જાણો વિગતે

એકનાથ શિંદેએ અધિવેશનમાં  જણાવ્યું હતું કે આ ક્લબ, જીમખાના અને રમતગમતના મેદાનમાં અનેક પ્રકારની ગેરરીતી આચરવામાં આવતી હોવાની ફરિયાદ આવી છે, જે ચલાવી લેવામાં આવશે નહીં. તેથી  તમામ સ્પોટર્સ્ ક્લબસ જીમખાના વગેરેની યાદી બનાવી તેમની સ્થિતિ અને અન્ય વિષયોને લઈને વિસ્તૃત રિપોર્ટ બનાવવામાં આવશે. 

અગાઉ આઝાદ મેદાન પાસે રહેલા સ્પોર્ટ્સ ક્લબના સંચાલકો દ્વારા કરવામાં આવેલી ગડબડ પ્રકાશમાં આવ્યા બાદ તેમને બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા અને ત્યાં એડમિનિસ્ટર નીમવામાં આવ્યો હતો. બહુ જલદી ત્યાં ચૂંટણી કરવામાં આવવાની છે એવી માહિતી પણ તેમણે અધિવેશનમાં આપી હતી.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version