ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (MMRDA) ઈસ્ટર્ન હાઈવેને લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજના ટેકનિકલ સમસ્યાઓને કારણે અટકી હતી હવે ફરી એકવાર ટ્રેક પર લાવવામાં આવી છે. યોજના હેઠળ શિવાજી નગરથી ઘાટકોપર સુધીનો રસ્તો લંબાવવાનો હતો, પરંતુ આ પ્રોજેક્ટથી મેન્ગ્રોવ્સનો નાશ થવાની ધારણા હોવાથી તે મુલતવી રાખવામાં આવ્યું હતું. જોકે, MMRDAએ હવે પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેતા શિવાજી નગર છેડેથી ઘાટકોપર સિગ્નલ સુધી કામરેજ નગર અને રમાબાઈ કોલોનીમાંથી પસાર થતા એલિવેટેડ રોડ દ્વારા લંબાવાશે. તેવી માહિતી મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શહેરી વિકાસ મંત્રી અને MMRDAના અધ્યક્ષ એકનાથ શિંદે દ્વારા પ્રસ્તાવિત એક યોજના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ઘાટકોપરથી થાણે સુધીનો એલિવેટેડ રોડ બનાવવાની વિચારણા હેઠળ છે. MMRDAના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે એલિવેટેડ રોડ ઘાટકોપરથી જઈ શકે છે અને તેની ક્ષમતા વધારી શકાય છે.
૧૨૦૦ બેનામી ખાતા અને કરોડો રૂપિયાના ગોટાળા. કિરીટ સોમૈયાએ સહકાર મંત્રાલયને જોરદાર રિપોર્ટ સોંપી.
MMRDAએ ઈસ્ટર્ન ફ્રીવેના વિસ્તરણની યોજનાને વેઈટીંગ પર રાખવા પાછળનું મુખ્ય કારણ મેટ્રો-4 (વડાલા-કાસરવડવલી)નું વિસ્તરણ જણાવવામાં આવી રહ્યું છે. ઈસ્ટર્ન ફ્રીવેને GPO સુધી લંબાવવાની યોજના બનાવી હતી, પરંતુ રૂટ પર અનેક હેરિટેજ ઈમારતોની હાજરીને કારણે આમાં અવરોધ ઊભો થયો હતો. આ માટે MMRDAએ કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરી હતી. પરંતુ રેલવે પ્રોજેક્ટ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટના વિસ્તરણની દરખાસ્ત અને મેટ્રો-4ના વિસ્તરણને કારણે ફ્રી વે ને લંબાવવાની દરખાસ્ત સ્થગિત કરવામાં આવી હતી.
એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ MMRDAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી માર્ગના વિસ્તરણ માટેની યોજના રદ કરવામાં આવી નથી, પરંતુ તે થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. પાંચમી અને છઠ્ઠી લાઇન રેલવે દ્વારા CSMT-કુર્લા વચ્ચે બંધાઇ રહી છે. આ માટે જમીન જરૂરી છે. ઉપરાંત મુંબઈ પોર્ટ ટ્રસ્ટે પોર્ટના વિસ્તરણની યોજના બનાવી છે. જે આ જમીનને અસર કરશે. તેથી MMRDAએ આ બધા કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્રી-વે લંબાવવાની દરખાસ્તને મુલતવી રાખી હતી.
ભારતમાં કોરોનાના વળતા પાણી, આજે નવ મહિના બાદ સૌથી ઓછા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા