News Continuous Bureau | Mumbai
મુંબઈમાં IPLના ખેલાડીઓ માટે લાવવામાં આવેલી બસની મંગળવારે રાતના મનસેના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો અહેવાલ એક મિડિયા હાઉસે પ્રકાશિત કર્યો છે.
મિડિયા હાઉસના અહેવાલ મુજબ દક્ષિણ મુંબઈની પ્રખ્યાત હોટલ નજીક આ બનાવ બન્યો હતો. જેમાં ખેલાડીઓને લાવવા-લઈ જવાનું કામ મુંબઈના કોન્ટ્રેક્ટરને નહીં આપતા મનસે આક્રમક બની ગઈ હતી. તેથી ગુસ્સે ભરાયેલા મનસે કાર્યકર્તાઓએ મંગળવારે 11થી 11.30 વાગ્યા દરમિયાન બસની તોડફોડ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરા માટે રાહતના સમાચાર. મુંબઈમાં કોરોના માત્ર નામનો રહ્યો, શહેરમાં ચાલુ મહિનામાં આટલા દિવસ નોંધાયા ઝીરો કોવિડ ડેથ…
અખબારી અહેવાલ મુજબ મનસેના વાહતૂક સેના પદાધિકારીની કોલાબા પોલીસે ધરપકડ પણ કરી હતી. મનસેના કહેવા મુજબ મહારાષ્ટ્રમાં થનારી IPLની મેચ દરમિયાન ખેલાડીઓના આવવા-જવા માટેની બસનો કોન્ટ્રેક્ટ મહારાષ્ટ્ર બહારની કંપનીને આપવા સામે મનસેનો વિરોધ છે.
IPLની મેચ શરૂ થઈ રહી છે, જેમાં મુંબઈ વાનખેડે અને બ્રેબોર્ન અને નવી મુંબઈમા ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મેચ થવાની છે.