ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
આજે મુંબઈમાં ભારતીય જનતા પક્ષ મહાવિકાસ આઘાડી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. લોકલને સામાન્ય જનતા માટે ખુલ્લી મુકવામાં આવે એવી માગ સાથે ભાજપ આજે રસ્તા પર ઊતર્યો છે.
ભાજપના અતુલ ભાતખળકરના નેતૃત્વ હેઠળ આજ સવારે 10:30 વાગ્યેથી ઉત્તર મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશન પર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ હાથમાં પોસ્ટર લઈ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. તેઓ માગ કરી રહ્યા છે કે કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારાઓ માટે સ્થાનિક ટ્રેનસેવા પુન:સ્થાપિત કરો.
આ વિરોધ પ્રદર્શનને જોતાં કાંદિવલી રેલવે સ્ટેશન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મુંબઈ લોકલ શરૂ કરવાની માંગ માત્ર ભાજપ જ નહીં, મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ કોંગ્રેસ પણ લોકલ ટ્રેન સેવા પુન:સ્થાપિત કરવાની માંગ કરી રહી છે.
મુંબઈ કોંગ્રેસ પ્રમુખ ભાઈ જગતાપે એમ પણ કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેન સેવા એવા લોકો માટે ફરી શરૂ કરવી જોઈએ જેમની પાસે રસીના બંને ડોઝ હોય.