News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) આગામી વર્ષમાં સામાન્ય નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લગભગ 15,000થી વધુ ઘર બાંધવાની છે.
મ્હાડાના 2022-23નું 10,764.99 કરોડ રૂપિયાનું બજેટ છે. બજેટમાં મુંબઈ, પુણે, નાસિક, નાગપુર, અમરાવતી, ઔરંગાબાદ, કોંકણ પ્રાદેશિક બોર્ડ દ્વારા કુલ 15 હજાર 781 ફ્લેટ બનાવવાનો પ્રસ્તાવ છે. આ માટે બજેટમાં 7019.39 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મુંબઈ બોર્ડ માટે 2022-23ના બજેટમાં રૂ. 3738.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ તેમાં 4,623 ફ્લેટ બાંધવાની દરખાસ્ત છે. બોર્ડે BDD પ્લોટની પુનઃવિકાસ યોજના માટે રૂ. 2132.34 કરોડ ફાળવ્યા છે. એન્ટોપ હિલ વડાલા ખાતે આવાસ યોજના માટે રૂ. 29 કરોડ, બોમ્બે ડાઇંગ મિલ વડાલા યોજના માટે રૂ. 64 કરોડ, કોપરી પવઇ ખાતે આવાસ યોજના માટે રૂ. 145.54 કરોડ, મગાથાણે બોરીવલી ખાતે આવાસ યોજના માટે રૂ. 50 કરોડ, ખડકપાડા દિંડોશી ખાતે આવાસ યોજના માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરી છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! મુંબઈની આ સ્કૂલોમાં ભણાવાશે શેર બજારના પાઠ, જાણો વિગતે
કોંકણ બોર્ડ માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.1971.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્તક નગર ખાતે પોલીસ કોલોનીના પુનઃવિકાસ માટે બજેટમાં રૂ.200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મફતલાલ (જિ. થાણે)માં જમીન સંપાદન અને જમીન વિકાસ માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.1002.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.